કોણ છે અંબાણી પરિવારની નવી વહુ ક્રિશા શાહ? જે અનમોલ અંબાણી સાથે લગ્ન કરવા જઈ રહી છે!
ટીના અને અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેની મહેંદી અને હલ્દી સેરેમનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : ટીના અને અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેની મહેંદી અને હલ્દી સેરેમનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રીમા જૈન, શ્વેતા અને જયા બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ આ ફંક્શનમાં હાજરી આપી હતી. ત્યારથી, લોકો અનમોલની પત્ની ક્રિશા શાહ વિશે ઇન્ટરનેટ પર ખૂબ સર્ચ કરી રહ્યા છે.

ભારત પાછા ફરી બિઝનેશ ક્યો
ક્રિશા શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. હાલમાં તે સામાજિક કાર્યકર અને ઉદ્યોગસાહસિક છે. આ સિવાય તે સોશિયલ નેટવર્કિંગ કંપની ડિસ્કોની સંસ્થાપક પણ છે. અગાઉ ક્રિશા યુકેમાં એક્સેન્ચર માટે કામ કરતી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને બિઝનેસ માટે ભારત પાછી આવી. તેણે #Lovenotfear નામનું માનસિક સ્વાસ્થ્ય અભિયાન પણ શરૂ કર્યું. આમાં, તેને કોવિડ દરમિયાન સામનો કરવામાં આવેલી સમસ્યાઓ વિશે વાત કરી.

વિદેશમાં શિક્ષણ લીધુ
ક્રિશાના અભ્યાસની વાત કરીએ તો તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં તેને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં તેમનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને સામાજિક નીતિ-વિકાસમાં ડિગ્રી લીધી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનમોલે ડિસેમ્બર 2021માં જ ક્રિશા સાથે સગાઈ કરી હતી. જો કે, હવે તે લગ્ન સમારોહને વધુ ગુપ્ત રાખવાને બદલે જાહેરમાં કરી રહ્યો છે.
આ છે ફેમિલી બેકગ્રાઉન્ડ
ક્રિશા શાહના પિતા સ્વર્ગસ્થ નિકુંજ શાહ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તે બે ભાઈ-બહેન છે. તેના ભાઈનું નામ મિશાલ અને બહેનનું નામ નૃતિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિશાની માતા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
