Karnataka Election : કોણ છે સ્મશાનથી ચૂંટણી પ્રચાર શરૂ કરતા કોંગ્રેસ નેતા સતીશ જરકીહોલી? જાણો કેમ આવુ કરે છે?
કર્ણાટકમાં કોંગ્રેસ માટે આ વખતે સારી સ્થિતી છે અને પાર્ટીએ ચૂંટણી જીતવા માટે પુરી તાકાત લગાવી દીધી છે. હાલ કોંગ્રેસના નેતાઓ રસ્તા પર અને ડોર ટુ ડોર પ્રચાર કરીને પાર્ટીને ફરીથી સત્તામાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે કોંગ્રેસના એક નેતા ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ સ્મશાનથી ચૂંટણી પ્રચાર શરૂ કરવાની જાહેરાત કરી છે.
KPCCના કાર્યકારી પ્રમુખ સતીશ જરકીહોલીએ સ્મશાન માટે ખરીદેલા બે વાહનોનું પૂજન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે આ વાત એ પ્રશ્નના જવાબમાં કરી છે કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ અશુભ રાહુ કાળ દરમિયાન ઉમેદવારી પત્ર ભરશે કે કેમ?

આ સવાલનો જવાબ આપતાં સતીશ જરકીહોલીએ કહ્યું કે, દરેક દિવસ રાહુ કાલ છે. જો 13 થી 20 એપ્રિલની વચ્ચે રાહુ કાલ હશે તો હું ચોક્કસપણે મારું નોમિનેશન ફાઇલ કરીશ. આ માત્ર એક ભ્રમણા છે. લોકોનો એક વર્ગ મારા પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવે છે. કોણ કહે છે કે આ અપનાવવું ખોટું છે.
ધારાસભ્ય સતીશ જરકીહોલીએ કહ્યું કે, હું રાહુકાળ દરમિયાન અથવા સ્મશાનમાં પૂજા કરીને નવી યાત્રા શરૂ કરૂ છુ. તેમણે કહ્યું કે, હું છેલ્લા ત્રણ દાયકાથી આવું કરી રહ્યો છું. બાસવન્ના, બુદ્ધ અને આંબેડકરે આ માર્ગ બતાવ્યો છે. અહીં તેમણે એ પણ દાવો કર્યો કે, કોંગ્રેસ બેલાગવી જિલ્લામાં 12માંથી 10 વિધાનસભા બેઠકો જીતશે.
અહીં તમને જણાવી દઈએ કે, સતીશ હિન્દુઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ નિવેદન બાદ તેમની છબી હિન્દુ વિરોધી નેતાની બની છે. તેમણે કહ્યું હતું કે, હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? તે આપણો શબ્દ નથી, પરંતુ ફારસીમાંથી ઉદ્દભવ્યો છે, જે અગાઉ ઈરાક, ઈરાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં ફેલાઈ ચુક્યો હતો. આ પ્રદેશ ભારત સાથે કેવી રીતે જોડાયેલા છે અને હિન્દુ શબ્દ તમારો શબ્દ કેવી રીતે બન્યો? તેમણે કહ્યું વોટ્સએપ, વિકિપીડિયા પર ચેક કરો, આ શબ્દ તમારો નથી. તેનો અર્થ જાણશો તો શરમ આવશે. તેનો અર્થ ખૂબ જ ગંદો છે. હિન્દુ શબ્દ આપણા પર થોપવામાં આવી રહ્યો છે.
1 જૂન 1962ના રોજ જન્મેલા જરકીહોલી બેલાગવીના કોંગ્રેસ નેતા છે. તેમણે 22 ડિસેમ્બર 2018 થી 23 જુલાઈ 2019 સુધી કર્ણાટક સરકારના વન, ઇકોલોજી અને પર્યાવરણ મંત્રી તરીકે પણ સેવા આપી છે. તે હાલમાં કર્ણાટક વિધાનસભાના સભ્ય છે અને 2008 થી યેમાકનમર્ડી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે એચડી કુમારસ્વામી કેબિનેટમાં વન અને પર્યાવરણ મંત્રી હતા. આ સિવાય સિદ્ધારમૈયા કેબિનેટમાં આબકારી પ્રધાન પણ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
