23મી એપ્રિલે થશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી, જાણો બીજા રાજ્યોની તારીખ
23મી એપ્રિલે થશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી, જાણો વિસ્તારથી
ચૂંટણી પંચે 2019 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણી તારીખ એલાન થતાની સાથે જ દેશભરમાં આચા સંહિતા લાગુ થઈ ગઈ છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફ્રેન્સમાં ચૂંટણી પંચે જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે 10 લાખ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે અને તમામ બૂથ પર વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. 17મી લોકસભા ચૂંટણીની તારીખનું એલાન કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થશે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાના ભારે ઈંતેજામ કરવામાં આવશે. જાણો વિવિધ તબક્કામાં થનાર લોકસભા ચૂંટણીની મુખ્ય તારીખો.

પહેલા તબક્કામાં 11 એપ્રીલ 2019ના રોજ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોઆ, હરિયાણા, હિમાંચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, તમિલનાડુ, અંદમાન નિકોબાર, દાદાર નગર હવેલી, દમણ, લક્ષદ્વિપ, દિલ્હી, પોંડીચેરી, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાશે. બીજા તબક્કામાં 18 એપ્રિલ 2019ના રોજ કર્ણાટક, મણિપુર, રાજસ્થાન અને ત્રિપુરામાં ચૂંટણી યોજાશે.
ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ આસામ, છત્તીસગઢ અને ગુજરાતમાં ચૂંટણી યોજાશે. ચોથા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરિસ્સામાં ચૂંટણી યોજાશે. 6 મેના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પાંચમા તબક્કાનું મતદાન યોજાશે. ઉપરાંત 12 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જ્યારે 19મેના રોજ બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાની ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મે 2019ના રોજ આવશે.
આ પણ વાંચો- Live: લોકસભા ચૂંટણીનું 7 તબક્કામાં મતદાન, 23 મેં પરિણામ આવશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
