Balakot Air Strike: રાતે 3:40 વાગે ઈન્ટરનેટ પર શું ફેંદી રહ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી?
પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નિશાન બનાવ્યા તો દેશમાં એક ગજબનો ઉત્સાહ અનુભવાયો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતા? જાણો અહીં.
ગયા વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ જ્યારે ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)એ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નિશાન બનાવ્યા તો દેશમાં એક ગજબનો ઉત્સાહ અનુભવાયો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતા, તેના વિશે તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં માહિતી આપી હતી. હુમલા બાદ પીએમ મોદી રાતે ત્રણ વાગ્યા બાદ સુધી ઈન્ટરનેટ પર સર્ફિંગ કરવામાં બિઝી હતા. 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાના જવાબમાં આઈએએફે બાલાકોટ હુમલો કર્યો હતો.

ઈન્ટરનેટ પર વર્લ્ડ રિએક્શન શોધી રહ્યા હતા પીએમ
પીએમ મોદી, બાલાકોટ એરક્રાફ્ટ બાદ ત્રણ વાગે રાતે ઈન્ટરનેટ પર એ સર્ચ કરવામાં બિઝી હતા કે આ એર સ્ટ્રાઈક પર દુનિયામાંથી ક્યાંય કોઈ રિએક્શન આવ્યુ છે શું? પીએમ મોદીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ, ‘જ્યારે 3.40 મિનિટે મન જણાવવામાં આવ્યુ કે ઑપરેશન પૂરુ થઈ ચૂક્યુ છે અને આપણી સેનાઓ સુરક્ષિત પાછી આવી ગઈ છે, તો મે સૂવાના બદલે ઈન્ટરનેટ પર સર્ફિંગમાં લાગીગયો હતો અને હું એ જોવા ઈચ્છતો હતો કે દુનિયામાંથી આના પર કોઈ પ્રતિક્રિયા આવી છે શું?' પીએમ મોદીએ ત્યારબાદ આગળ કહ્યુ કે, ‘સવારે લગભગ 5.30 વાગે પાકિસ્તાનના અધિકારી તરફથી ઑપરેશન અંગે ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ, ત્યારબાદ મે સાત વાગે લગભગ બધા સંબંધિત લોકોને મીટિંગ માટે બોલાવ્યા.'

મળી રહી હતી મિનિટ ટુ મિનિટ માહિતી
આઈએએફે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આવારા બાલાકોટમાં જૈશના સૌથી મોટા અડ્ડાને નિશાન બનાવ્યા હતા. આ એરસ્ટ્રાઈકમાં આઈએએફે 12 મિરાજ જેટ્સને મોકલ્યા હતા. બાલાકોટ એર સ્ટ્રાઈક, પુલવામા આતંકી હુમલાનો જવાબ હતો જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. પીએમ મોદીને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે શું તેમને મિનિટ ટુ મિનિટ હુમલા અંગે માહિતી મળી રહી હતી તો આના પર તેમનો જવાબ હતો કે ક્યાંક બસ એક્સિડન્ટ થાય છે તો પણ તેમને આની માહિતી મળે છે. પીએમ મોદી મુજબ જ્યારે આટલુ મોટુ ઑપરેશન ચાલુ હોય તો તે કઈ રીતે સૂઈ શકે છે.

મિરાજથી લઈને સુખોઈ ઑપરેશનનો હિસ્સો
આઈએએફે પીઓકેમાં એરસ્ટ્રાઈકને અંજામ આપીને પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો હતો. મિરાજ-2000 જેટ્સે સન 1971 બાદ એલઓસી ક્રૉસ કરી અને પાકિસ્તાનમાં પહોંચ્યા હતા. પાકિસ્તાને પહેલા આ દાવાને સંપૂર્ણપણે નકારી દીધો હતો. આઈએએફના જેટ્સ લગભગ 21 મિનિટ સુધી પીઓકેમાં હતા અને અહીં તેમણે અલગ અળગ સયે આતંકીઓ પર બોમ્બ નખ્યા. આ ઑપરેશન માટે માત્ર મિરાજ જ નહિ પરંતુ સુખોઈ અને મિગ-21 જેવા ફાઈટર જેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

21 મિનિટ સુધી ચાલ્યા હતા હુમલા
26 ફેબ્રુઆરી રાતે લગભગ 3.20 કલાકે આઈએએફના 12 જેટ્સ કેપીકે પ્રાંતમાં દાખલ થયા અને અહીં તેમણે હુમલા શરૂ કર્યા. 21 મિનિટની અંદર મિરાજ 2000, લેસર ગાઈડેડ બોમ્બ, મેટ્રો મેજિક ક્લોઝ કૉમ્બેટ મિસાઈલ, લાઈટનિંગ પૉડ, નેત્રા એરબૉર્ન વૉર્નિંગ જેટ્સ, આઈએલ 78 એમ, હેરૉન ડ્રોનની મદદથી બાલાકોટમાં હુમલા કર્યા. આ હુમલાઓમાં જૈશના કેપ્સ નષ્ટ થયા અને ઘણા આતંકીઓના મોત થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
