જ્યારે વરરાજાનું ડાચું જોઈને જ દુલ્હને પાડી દીધી ના, કહ્યું કે...
જ્યારે વરરાજાનું ડાચું જોઈને જ દુલ્હને પાડી દીધી ના, કહ્યું કે...
ઉન્નાવઃ લગ્નની ખુશી કોને ના હોય, સૌકોઈ ખુદના લગ્ન માટે હંમેશાથી અલગ સપના જોતા હોય છે કે મારા લગ્નમાં આવો ઠાઠમાળ કરીશને મારા લગ્નમાં હું આવી તૈયારીઓ કરીશ, એમાં પણ ખાસ કરીને છોકરીઓ માટે લગ્ન એક જિંદગીનો સૌથી મહત્વનો પડાવ હોય છે જ્યાં તે પોતાનું ઘર છોડીને પારકા ઘેર જાય છે. પરંતુ લગ્નના નામે જ્યારે દુલ્હનને જ અંધારામાં રાખવામાં આવે ત્યારે તેના બધા જ સપનાં ચકનાચૂર થઈ જતાં હોય છે. આવો જ એક કિસ્સો યૂપીના ઉન્નાવમાં થયો જ્યાં આગતા-સ્વાગતા દરમિયાન વરરાજો ધડાંગ દઈને નીચે પડી ગયો. વરરાજાનો ચહેરો જોઈને જ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. બધાએ દુલ્હનને સમજાવવાની બહુ કોશિશ કરી, પરંતુ તે માની જ નહિ. શનિવારે સવારે જાન દુલ્હનને લીધા વિના જ પાછી ફરી ગઈ.

શું છે સમગ્ર મામલો
મામલો ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા મનિકાપુર ગામનો છે. મનિકાપુર ગામના શબ્બીર જોગીની દીકરી રોશનીના લગ્ન લખનઉ નિવાસી મોહમ્મદ આફતાબ સાથે નક્કી થયાં હતાં. શુક્રવારે રાત્રે આફતાબ જાન લઈને આવ્યો. જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વરરાજો અચાનક પડી ગયો.

દુલ્હને ચહેરો જોઈને લગ્ન કરવાની ના પાડી દીધી
વરરાજો પડી જતાં જાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. દુલ્હનને ખબર પડી તો તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. તેણે જોયું કે વરરાજો તેનાથી બેવડી ઉમરનો છે અને સરખી રીતે ચાલી પણ નથી શકતો. જે બાદ દુલ્હને પહેલા પોતાના મા-બાપને વાત જણાવી અને પછી લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેણે કહ્યું કે તે આ લગ્ન નહિ કરી શકે.

દુલ્હન વિના જ જાન પાછી ફરી
લગ્નથી ઈનકારની જાણખારી થતા જ લગ્નના માંડવે અફરાતફરીનો માહોલ સર્જાયો. જાનૈયાઓ કન્યા પક્ષના લોકોને સમજાવવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ રાતભર મનાવવા બાદ પણ કન્યાએ લગ્ન કરવાની હામી ના ભરી. ત્યારે શનિવારે સવારે જાન દુલ્હન વિના જ પાછી ફરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
