ચાંદની ધરતી પર 14 દિવસની સફર બાદ પ્રજ્ઞાન રોવરનું શું થશે? વિગતે જાણો તમામ બાબતો

ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ધરતી પર નવા કિર્તિમાન સ્થાપી રહ્યું છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની ધરતી પરના નવા ડેટા ઈસરોને મોકલવાનું શરૂ કરી દીધુ છે. પ્રજ્ઞાન રોવર પુૃથ્વીના 14 દિવસ અને ચંદ્રનો એક દિવસ કામ કરશે.

પ્રજ્ઞાન રોવરને પૃથ્વીના 14 દિવસ અને ચંદ્રનો એક દિવસ કામ કરવા માટે બનાવવામાં આવ્યુ છે ત્યારે હવે સવાલ એ છે કે પ્રજ્ઞાન રોવરનું 14 દિવસ બાદ શું થશે? આજે આ સવાલના તમામ જવાબ અમે આપીશું.

Pragyan Rover

લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરની લાઈફ એક એક ચંદ્ર દિવસની છે અને લેન્ડિંગના થોડા કલાકો બાદ જ તેને કામગીરી શરૂ કરી દીધી છે. અહીં પ્રજ્ઞાન રોવર વિવિધ પ્રયોગ કરશે અને ચંદ્રની સપાટી પરના ડેટા લેન્ડરને મોકલશે. આ પછી આ માહિતી ઈસરો સુધી પહોંચશે.

અહેવાલો અનુસાર, પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચંદ્રના વાતાવરણની મૂળભૂત રચનાનો અભ્યાસ કરશે. તે આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટરથી સજ્જ અને રાસાયણિક રચના અને અનુમાનિત રચનાને જાહેર કરશે, ચંદ્રની સપાટીને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી સપાટીનો અભ્યાસ કર્યા બાદ ત્યાં રાત થઈ જશે. ચંદ્ર પર રાતે હવામાન ખૂબ ઠંડુ થઈ જાય છે. આ દરમિયાન સૌર ઉર્જાથી ચાલતા લેન્ડર અને રોવરની ગતિ ધીમી થવાની સંભાવના છે.

ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે એવી સંભાવના છે કે લેન્ડર અને રોવર તેમના મિશનના સમયગાળા પછી પણ કામ કરી શકે છે. જ્યારે તે ચંદ્ર પર ફરીથી દિવસ થશે અને સૂર્ય ઉગશે ત્યારે ફરીથી સક્રિય થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X