આર્ટિકલ 370 નાબૂદ થયા પછી આખરે જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય શુ છે?
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ સરકાર સતત પ્રયત્નો કરી રહી છે કે ઘાટીના લોકોનું જનજીવન સામાન્ય થઈ શકે.
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ સરકાર સતત પ્રયત્નો કરી રહી છે કે ઘાટીના લોકોનું જનજીવન સામાન્ય થઈ શકે. હાલ ત્યાં મોટી સંખ્યામાં લશ્કરની તૈનાતી છે, જે ત્યાંના વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જેથી અહીંનું વાતાવરણ બગડે નહિં અને હિંસાને ટાળી શકાય. જો કે કાશ્મીરમાં કરફ્યુને કારણે હાલ ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ ઝેલમ પાસે બિલ્ડિંગમાં વિસ્ફોટ કરાયો હતો. જેની 100 મીટર દૂર પૈરામિલિટ્રીના 40 જેટલા જવાનો માર્યા ગયા હતા. આ ઘટનાના 6 મહિના બાદ પણ આજે અહીંના નિવાસીઓ નઝીર અહમદથી ડરેલા છે. આ બ્લાસ્ટ બાદ એનઆઈએના નજીરની ધરપકડ કરી તેની પૂછતાછ કરાઈ હતી.

વેપારની સ્થિતિ ખરાબ
નજીર જણાવે છે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ મને ડર છે કે આવનારા 20 વર્ષોમાં ઘાટીમાં મોટી ઈન્ડસ્ટ્રીઝ લાગશે અને અહીં મારો બિઝનસ ખતમ થઈ જશે. અહીં લોકોને ભારતથી કાચો માલ સસ્તા ભાવે મેળશે. સાથે જ નોકરીમાં સ્પર્ધા વધશે જેને કારણે યુવાઓમાં નિરાશા વધશે, જેને કારણે ઘાટીમાં આતંકવાદ વધશે.

નેતાઓની ધરપકડ
5 ઓગસ્ટથી ઘાટીના રાજનેતાઓની જગ્યા ખાલી છે. ત્યાંના 3 પૂર્વ મુખ્યમંત્રીઓની ધરપકડ કરી લેવાઈ છે. ઉપરાંત 500 અન્ય નેતાઓ, કાર્યકર્તાઓની પણ ધરપકડ કરાઈ છે. ઘણા સ્થાનિક લોકો એવા છે જેમને આ નેતાઓ પ્રત્યે ઓછી સહાનુભૂતિ છે. કારણ કે આ નેતાઓ ઘાટીની સ્થિતિને સુધારવા અને તેને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે.

રાજકારણ
અનંતનાગના સ્થાનીય વેપારી બશીર અહમદ કહે છે કે આ નેતા ફેલ થયા છે, તેમણે અમને દગો આપ્યો છે તો તેમનું શું કામ છે. ઉપરાંત અનંતનાગ અને અવંતીપુરામાં પણ લોકો આ નેતાઓને લઈ નિરાશ છે. જ્યારથી ઘાટીમાં કરફ્યુ લાગ્યુ છે ત્યારથી અત્યાર સુધીનું સૌથી મોટુ પ્રદર્શન શ્રીનગરના સૌરામાં શુક્રવારે થયુ હતુ. જમ્મુ કાશ્મીર પોલિસના કોન્સ્ટેબલનું કહેવું છે કે, મારુ કામ આદેશનું પાલન કરવાનું છે અને હું તે કરી રહ્યો છું. જો કે તેનો અર્થ એ નથી કે હું દુઃખી કે નારાજ છું. કાશ્મીર હવે પોતાનું લાગતુ નથી.

સુરક્ષા
ઘાટીમાં શ્રીનગરને સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે અને અહીં બાદામી બાગ કેન્ટોનમેન્ટમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો છે. હજુ સુધી સ્પષ્ટતા કરાઈ નથી કે ઘાટીમાં સંચાર કેટલા દિવસ સુધી બંધ રહેશે. સેનાના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે કાશ્મીરીઓ સમજવું જોઈએ કે આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ હવે તે પાછી લાવી શકાય નહિં. અહીં ખાસ ઉદેશ્યથી નિયંત્રણ રખાયુ છે. અમે અહીં ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી અહીં અમારી સેવાની જરૂર છે.

ક્યાં સુધી રહેશે પ્રતિબંધ
ઉત્તરીય આર્મીના પૂર્વ કમાન્ડર રિટાયર્ડ લેફ્ટનેન્ટ જનરલ ડીએસ હુડા કહે છે કે, આખરે ક્યાં સુધી અહીં પ્રતિબંધ લગાવી શકાશે. એક સમયે તો તેને હટાવવો જ પડશે. સુરક્ષા દળોએ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. સૌથી મોટી વાત તો એ છે કે અહીં થનારા જનવિરોધનો કેવી રીતે સામનો કરવો, આ વસ્તુ એક દિવસ થઈને રહેશે. સુરક્ષાદળો સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે કરફ્યુ હટાવ્યા બાદ સ્થિતિને કેવી રીતે સામાન્ય રાખી શકાય. અનંતનાગની કોલેજના એક વિદ્યાર્થી પરવેઝ યાકુબનું કહેવું છે કે તમે જે જોઈ રહ્યા છો તે સરકારની કાર્યવાહી છે. અમારી આઝાદી પર આ પહેરો છે. તેની વિરુદ્ધ પ્રદર્શન થશે, આ તોફાન આવવા પહેલાની શાંતિ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
