What is Uniform Civil Code : યુનિફોર્મ સિવિલ કોડ શું છે? હાલ તેની જરૂરિયાત કેમ છે?
What is Uniform Civil Code : વર્તમાન સમયમાં એક દેશ એક કાયદો સાથે દેશમાં એક નવો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. થોડા સમય બાદ યુનિફોર્મ સિવિલ કોડ અંગે કાયદા પંચે મંતવ્યો આમંત્રિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસી અંગે આપેલું નિવેદન ઘણું મહત્વનું બની રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટે જાણે પીચ તૈયાર કરી અને તેની વિરુદ્ધ લઘુમતી સમુદાયોને કથિત રીતે ઉશ્કેરવા બદલ વિરોધ પક્ષો પર પ્રહાર પણ કર્યા હતા. PMનું નિવેદન 22મા કાયદા પંચે 30 દિવસની અંદર UCC પર જનતા અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંગઠનોના મંતવ્યો આમંત્રિત કર્યાના એક અઠવાડિયા બાદ આપ્યું હતું.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC ) શું છે? - Uniform Civil Code એ તમામ ધર્મના લોકો માટે વ્યક્તિગત કાયદાનો એક સામાન્ય કોડ રાખવાનો વિચાર છે. જેમાં પર્સનલ લોમાં વારસા, લગ્ન, છૂટાછેડા, બાળકની કસ્ટડી તેમજ ભરણપોષણ જેવા પાસાઓનો સમાવેશ કરવામાં થાય છે.
વર્તમાન સમયમાં ભારતના અંગત કાયદાઓ (પર્સનલ લો) એકદમ જટિલ અને વૈવિધ્યસભર છે, જેમાં દરેક ધર્મ તેના પોતાના ચોક્કસ નિયમોનું પાલન કરે છે. જ્યારે સામાન્ય નાગરિક સંહિતા (Uniform Civil Code) ના સ્વરૂપ અને આકાર અંગે વારંવાર ચર્ચા થાય છે, ત્યારે બંધારણમાં પણ આ વિચારનો ઉલ્લેખ જોવા મળે છે.
યુનિફોર્મ સિવિલ કોડ વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? - સંખ્યાબંધ ચુકાદાઓમાં, સુપ્રીમ કોર્ટે UCC ની રજૂઆતને સમર્થન આપ્યું છે. ચુકાદાઓમાં નોંધપાત્ર વર્ષ 1985નો શાહબાનો ચુકાદો ગણાય છે, જેમાં સુપ્રમ કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલાના ભરણપોષણ મેળવવાના અધિકારને સમર્થન આપવામાં આવ્યું હતું.
આ ચુકાદાએ રાજકીય લડાઈની સાથે સાથે મુસ્લિમ પર્સનલ લોમાં અદાલતો કેટલી હદે દખલ કરી શકે, તે અંગેનો વિવાદનો મધપુડો છંછેડ્યો હતો. જે બાદ સંસદ દ્વારા આ નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, એક સામાન્ય નાગરિક સંહિતા વિરોધાભાસી વિચારધારા ધરાવતા કાયદા પ્રત્યેની વિભિન્ન વફાદારીઓને દૂર કરીને રાષ્ટ્રીય એકીકરણના કારણમાં મદદ કરશે.
યુનિફોર્મ સિવિલ કોડ પર શું કહે છે ભારતનું બંધારણ? - બંધારણનો ભાગ IV, બંધારણની કલમ 44 જણાવે છે કે, રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકોને એક સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.
બંધારણની કલમ 37 પોતે જ સ્પષ્ટ કરે છે કે, DPSP કોઈ અદાલત દ્વારા લાગુ કરવામાં આવશે નહીં. તેમ છતાં તેઓ દેશના શાસનમાં મૂળભૂત છે. આ દર્શાવે છે કે, આપણું બંધારણ પોતે માન્ય કરે છે કે, યુનિફોર્મ સિવિલ કોડનો કોઈને કોઈ સ્વરૂપે અમલ થવો જોઈએ, તે તેના અમલીકરણ માટે ફરજિયાત નથી.
બંધારણ સભામાં શું ચર્ચા થઈ હતી? - બંધારણ સભાએ સામાન્ય નાગરિક સંહિતા પર લાંબી ચર્ચા કરી અને તેને નિર્દેશક સિદ્ધાંત તરીકે અપનાવી હતી. જ્યારે 23 નવેમ્બર, 1948 ના રોજ આ કલમ પર ચર્ચા કરવામાં આવી રહી હતી, ત્યારે કેટલાક મુસ્લિમ સભ્યોએ ચેતવણી સાથે સમાન નાગરિક સંહિતા અપનાવવાનું સૂચન કર્યું હતું કે, તે પૂર્વ સંમતિથી નાગરિકોને લાગુ પડશે. જોકે, બીઆર આંબેડકર આ સુધારાનો સખત વિરોધ કરતા હતા.
મદ્રાસથી ચૂંટાયેલા એક સભ્ય મોહમ્મદ ઈસ્માઈલ દ્વારા સમાન નાગરિક સંહિતામાં એક જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, કોઈપણ સમુદાયના પર્સનલ લો કે, જેને કાયદા દ્વારા ખાતરી આપવામાં આવી છે, તે સમુદાયની પૂર્વ મંજૂરી સિવાય બદલાશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
