વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરીથી કામ કરવાની સંભાવના કેટલી? જાણો શું કહ્યું ઈસરો વૈજ્ઞાનિકોએ?
ભારતના વૈજ્ઞાનિકો સતત ચંદ્રયાન ત્રણના પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને ઉંઘમાંથી જગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પુરી દુનિયાની નજર ઈસરોના વૈજ્ઞાનિકો પરછે ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
લુનાર રાત્રીની શરૂઆત થતા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રના સાઉથ પોલ પર સલામત રીતે સ્લીપ મોડમાં મુકી દેવાયા હતા. હવે ત્યાં સુરજ ઉગ્યો છે અને વૈજ્ઞાનિકો સતત સ્લીપ મોડમાંથી કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોને ધારણા હતી કે સ્લીપ મોડમાં ગયા બાદ બન્ને ફરીથી 22 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાંથી બહાર આવશે અને કામ કરવાનું શરૂ કરશે. જોકે 15 દિવસની લુનાર રાત્રીના કારણે બન્ને ઠંડા પડી ગયા છે અને સ્લીપ મોડમાંથી બહાર આવતા સમય લાગી રહ્યો છે.
15 દિવસ સુધી કામ કર્યા પછી અને 15 દિવસ સુધી સ્લીપ મોડમાં રહીને વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક થઈ શક્યો નથી. અહેવાલો અનુસાર, ઈસરોના વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે ચંદ્રયાન સાથે હજુ પણ સંપર્ક થઈ શકે તેવી આશા છે.
ચંદ્ર પર રાત્રે 15 દિવસ દરમિયાન તાપમાન માઈનસ 200 થી માઈનસ 250 ડિગ્રી હોય છે. આ જ કારણ છે કે તેના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે. આ ઠંડીના કારણે ઘણા ભાગો કામ કરી શકતા નથી.
જો આ ભાગો ફરી કામ કરશે તો તે ફરી એકવાર કનેક્શન શરૂ કરશે અને ફરીથી ISRO સાથે કેટલીક વિગતો શેર કરવાનું શરૂ કરશે. ટ્રાન્સમીટર ચાલુ ન હોવાને કારણે હાલમાં કોઈ કનેક્ટિવિટી નથી અને જ્યાં સુધી તે ચાલુ નહીં થાય ત્યાં સુધી થોડી કનેક્ટિવિટી રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
