Satellite spectrum : શું છે સેટેલાઇટ સ્પેક્ટ્રમ? જાણો કેવી રીતે એલોન મસ્ક જીઓ પર ભારી પડવા જઈ રહ્યાં છે?
Satellite spectrum : એલોન મસ્કની એન્ટ્રીની વાતો સાથે ભારતમાં વાયરલેસ ઈન્ટરનેટના નવા યુગનો આરંભ થવા જઈ રહ્યો છે. જાણકારોનું માનીએ તો એલોન મસ્કની કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી ઘણી વસ્તુઓને બદલી દેશે.
જણાવી દઈએ કે, ભારતમાં સેટેલાઇટ સ્પેક્ટ્રમને લઈને કંપનીઓ વચ્ચે મતભેદો છે.એરટેલના સુનીલ મિત્તલે જિયોને સમર્થન આપ્યું છે અને માંગણી કરી છે કે સેટેલાઇટ કંપનીઓએ સ્પેક્ટ્રમ માટે પૈસા ચૂકવવા જોઈએ.

સુનીલ મિત્તલે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયનની વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલીના ઉદ્ઘાટનમાં આ વાત કરી. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઈટીયુના મહાસચિવ ડોરીન બોગદાન માર્ટિનની હાજરી હતી. ITU વૈશ્વિક સંસ્થા છે અને તમામ સેટેલાઇટ સંચારનું નિયમન કરે છે.
એરટેલે ટેલિકોમ ઓપરેટરોની જેમ સેટેલાઇટ કંપનીઓને સમાન સ્તરે જોવાની માંગને ટેકો આપ્યો છે અને એલોન મસ્કની એન્ટ્રી સાથે આ ચર્ચાને છેડી છે.
એલોન મસ્કે X પર લખ્યું હતું કે, આ અણધારી હશે કારણ કે આ સ્પેક્ટ્રમ લાંબા સમયથી ITU દ્વારા પ્રદાન કરવામાં આવે છે. મસ્કે જિયો અને એરટેલની માંગ સાથે જોડાયેલા સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
મસ્કની સ્ટારલિંક જેવી વૈશ્વિક સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપનીઓ ભારતને સંભવિત બજાર તરીકે જોઈ રહી છે. વર્તમાન નિયમો હેઠળ હરાજી વગર વહીવટી ફાળવણીની મંજૂરી છે. ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પેક્ટ્રમની હરાજી થાય છે.
બીજી તરફ આ ઘટનાક્રમ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે ભારત વૈશ્વિક ધોરણોને અનુસરીને સેટેલાઇટ સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી કરશે. આ સ્થિતીમાં એલોન મસ્ક માટે ભારતના દરવાજા ખુલી ગયા છે.
બીજી તરફ મિત્તલ અને એલોન મસ્ક મુદ્દે સિંધિયાએ કહ્યું કે, ટેલિકોમ એક્ટ 2023માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સેટકોમ સ્પેક્ટ્રમ વહીવટી રીતે ફાળવવામાં આવશે. ભારત વહીવટી રીતે સેટકોમ સ્પેક્ટ્રમ ફાળવીને કંઈ અલગ કરી રહ્યું નથી. જો ભારતે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ફાળવણી કરી હોત તો સ્થિતિ અલગ હોત. તેમણે સ્પષ્ટતા કરી કે આનો અર્થ એ નથી કે તેની કોઈ કિંમત નહીં હોય, તેની કિંમત ચૂકવવી પડશે.
તેમણે આગળ કહ્યું કે, સેટેલાઇટ સ્પેક્ટ્રમ એ શેયર્ડ સ્પેક્ટ્રમ છે. તેની કિંમત અલગ રીતે નક્કી કરી શકાતી નથી. TRAI સેટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણી માટે બેસ્ટ ભાવ ઓફર કરશે.
આ મામલે વર્તમાન સ્થિતિ જાળવી રાખવાના સિંધિયાના નિવેદન પર મસ્કે લખ્યું છે કે, અમે તેમના નિવેદનની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમે સ્ટારલિંક સાથે ભારતના લોકોને સેવા આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.
આ વિવાદ વચ્ચે એરટેલે સ્પષ્ટ કર્યું છે કે તે ભારતમાં કાર્યરત સેટકોમ્સની વિરુદ્ધ નથી. પરંતુ પ્લેઈંગ ફિલ્ડ સમાન હોવી જોઈએ. તેઓ ખાસ કરીને શહેરી વિસ્તારો માટે હરાજી કરવાની માંગ કરી રહ્યા છે. આ તમામ ઝોનમાં લાગુ પડતું નથી.
જણાવી દઈએ કે, એરટેલ યુટેલસેટ વનવેબ સાથે સંયુક્ત સાહસમાં છે અને તેણે પહેલાથી જ બે ગ્રાઉન્ડ સ્ટેશન બનાવ્યા છે. આમાંથી એક ગુજરાતમાં અને બીજી તમિલનાડુમાં છે. કંપનીનો ઉદ્દેશ સેટકોમ નેટવર્ક પર ભારતમાંથી આવતા તમામ સંચાર પ્રાપ્ત કરવાનો છે. કંપની હાલમાં આવી સેવાઓ વ્યવસાયિક રીતે ઉપલબ્ધ કરાવવા માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.
જો સરકાર સેટકોમ ફાળવણી અંગે પોતાનો અભિગમ બદલવાનું નક્કી કરે છે તો તેણે ટેલિકોમ એક્ટમાં સુધારો કરવો પડશે. આ ઉપરાંત તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ITU દ્વારા નિર્ધારિત ધોરણોની વિરુદ્ધ જવું પડશે.
ભારતના બે મોટા ઓપરેટરો હરાજી કરવાની માંગ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ટેલિકોમ સેક્ટર માટે આવનારા દિવસોમાં રસપ્રદ લડાઈ જોવા મળવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
