પાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે?

આ મુદ્દે અહીં એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કેમ તેમને નવું પદ મળતા જ નવી જવાબદારીઓ પણ મળી છે અને નવી જવાબદારી મળવા અને મેળવવાનો અર્થ અને અર્થઘટન અલગ થાય છે.
રાહુલ ગાંધીને મળેલા નવા પદ અને જવાબદારીમાં નજીકના ભવિષ્યમાં સૌથી મોટું કામ લોકસભા ચૂંટણી 2014 છે. જો વર્ષ 2014માં કોંગ્રેસ ચૂંટણી જીતશે તો વડાપ્રધાન માટે રાહુલ ગાંધી જ હશે. રાહુલ ગાંધીની છાપ મંત્રીમંડળથી લઇને સંગઠનમાં પણ જોવા મળશે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમના માર્ગદર્શકની ભૂમિકામાં આવી જશે. કોંગ્રેસના કાર્યકરોનું માનવું છે કે રાહુલ બાબા પોતાની તાકાત પર પક્ષને એટલો મજબૂત બનાવશે કે તેમને સાથી પક્ષોની મદદ લેવાની જરૂર પડશે નહીં.
આટલી મોટી જવાબદારી રાહુલ એકલા કેવી રીતે ઉઠાવશે તે એક પ્રશ્ન છે. પક્ષમાં મળેલું નંબર ટુનું સ્થાન લાગે છે તેટલું સહેલું નથી. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારને કારણે અને દેશમાં મોંઘવારી વધારવાને કારણે ચર્ચામાં છે. રાહુલે આ બંને બાબતોને પક્ષની વિરુદ્ધમાં જતી અટકાવવી પડશે. જનતાને આ માટે જવાબ આપવો પડશે. આ સાથે રાહુલે લોકસભા ચૂંટણી 2014 માટે સહયોગી પક્ષોની શોધ કરવી પડશે. આ ઉપરાંત પાર્ટીના આંતરિક ઝગડાઓ પણ દૂર કરવા પડશે.
રાહુલ પર સૌને મોટી આશા છે જેના કારણે તેમની પર દેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધારવાની પણ જવાબદારી છે. વર્તમાન સ્થિતિ અનુસાર દેશના 28 રાજ્યોમાંથી 18માં કોંગ્રેસની સરકાર નથી. જ્યાં કોંગ્રેસની સરકાર નથી ત્યાં કોંગ્રેસની સ્થિતિ સુધારવી, મજબૂત કરીને સરકાર બનીવી શકે તેવી સ્થિતિમાં લાવવા માટે જરૂરી રણનીતિ તૈયાર કરવા માટે રાહુલ ગાંધીએ તૈયાર રહેવું પડશે. આ માટે રાહુલે પક્ષના સંગઠનને મજબૂત કરવું પડશે.
અહીં નોંધપાત્ર બાબત એ છે કે પક્ષના ઉપાધ્યક્ષ બનવાની જવાબદારી રાહુલે સ્વીકારી એ પહેલા પાછલા બે વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં રાહુલને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમાં ખાસ સફળતા મળી નથી. રાહુલની ઉપસ્થિતિ હોવા છતાં યુપી, બિહાર, પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસ હારી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં પણ કોંગ્રેસ હારી છે.
સમગ્ર દેશને હચમચાવી દેનારી કેટલીક ઘટનાઓમાં રાહુલે પોતાનો પક્ષ મૂકવાનું ટાળ્યું હતું જેમાં અણ્ણા હઝારેનું આંદોલન, દિલ્હી ગેંગ રેપ વગેરેનો સમાવેશ થાય છે. જો રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ઉભો કરવો હશે તો આ તમામ મુદ્દાઓનું ધ્યાન રાખવું પડશે. આમ રાહુલ ગાંધી માટે નવી જવાબદારી પડકારજનક છે. સૂઝ બૂઝ અને ઉશ્કેરાટ વગર કામ કરવાથી જ તેમને સફળતા મળી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
