કિરણ પટેલ મુદ્દે ફારૂક અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યુ, કહ્યું-જવાબદારો સામે કાર્યવાહી થાય
ફારૂક અબ્દુલ્લાએ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. જમ્મુ-કાશ્મીર એક સંવેદનશીલ વિસ્તાર છે. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? L-G વહીવટીતંત્ર માટે આ એક મોટી શરમજનક બાબત છે.

નવી દિલ્હી : પીએઅઓના અધિકારીની ઓળખ આપીને ઝેડ પ્લસ સુરક્ષા સાથે વીઆઈપી સુવિધાઓ મેળવનારા કિરણ પટેલને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. હવે તમામ ઘટનાક્રમમાં વચ્ચે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યુ છે. આ મુદ્દે વાત કરતા ફારૂક અબ્દુલ્લાએ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. જમ્મુ-કાશ્મીર એક સંવેદનશીલ વિસ્તાર છે. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? L-G વહીવટીતંત્ર માટે આ એક મોટી શરમજનક બાબત છે.
અહીં ફારૂક અબ્દુલ્લાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે, ઉપરાજ્યપાલના વહીવટીતંત્રે કિરણ પટેલને સુવિધાઓ આપતા પહેલા પુરી તપાસ કરવી જોઈતી હતી. ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવો જોઈએ. જવાબદારી નિશ્ચિત કરવી જોઈએ અને કૌનમેનને સુરક્ષા અને અન્ય સુવિધાઓ પ્રદાન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, શ્રીનગરમાં પોલીસે કિરણ પટેલ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કિરણ પટેલ પોતાને પીએમઓ ઓફિસર ગણાવીને વીઆઈપી સુરક્ષા લેતો હતો. કિરણ પટેલને કાશ્મીરની મુલાકાત દરમિયાન તેને ઝેડ પ્લસ સુરક્ષા મળી હતી. તે બુલેટપ્રૂફ વાહનોમાં ફરતો હતો. અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી અને ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. આ સિવાય તે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પણ વસૂલતો હતો. હવે તે પોલીસના હાથે ઝડપાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
