સંપૂર્ણ વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય..., જી20 સમાપન ભાષણમાં પીએમ મોદીએ શું-શું કહ્યું?
નવી દિલ્હી: ભારતમાં આયોજિત G20 સમિટ પૂર્ણ થઈ ગઈ છે. G-20 દેશોના વર્તમાન પ્રમુખ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટના સમાપન પર બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું છે. PM મોદીએ G20ના સમાપન ભાષણમાં કહ્યું, 'હું સમગ્ર વિશ્વમાં આશા અને શાંતિ ફેલાવવા ઈચ્છું છું.'
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તેમને G20 નું પ્રમુખપદ સોંપું છું.' બ્રાઝિલ આ વર્ષે નવેમ્બરથી G-20 દેશોનું પ્રમુખપદ સંભાળશે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું G20 સમિટનુ સમાપન જાહેર કરું છું." One Earth, One Family, One Futureનો રોડમેપ સુખદ રહે. સમગ્ર વિશ્વમાં આશા અને શાંતિ રહે. 140 કરોડ ભારતીયોની શુભકામનાઓ સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "જેમ કે તમે બધા જાણો છો કે નવેમ્બર સુધી જી20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. હજુ અઢી મહિના બાકી છે. આ બે દિવસોમાં તમે ઘણી બધી બાબતો અને પ્રસ્તાવો મુક્યા છે. જે સૂચનો આવે છે અને તેમની પ્રગતિને કેવી રીતે વેગ આપી શકાય તે જોવાની જવાબદારી આપણી છે.
Sharing my remarks at the closing ceremony of the G20 Summit. https://t.co/WKYINiXe3U
— Narendra Modi (@narendramodi) September 10, 2023
હું દરખાસ્ત કરું છું કે અમે નવેમ્બરના અંતમાં G 20 નું બીજું વર્ચ્યુઅલ સત્ર યોજીએ. આમાં આપણે આ સમિટ દરમિયાન નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. અમારી ટીમ આ તમામ વિગતો તમારી સાથે શેર કરશે. મને આશા છે કે તમે બધા તેમાં જોડાઈ જશો."
આ દરમિયાન પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની વાત પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે સમય સાથે પરિવર્તન જરૂરી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ સામેલ છે. ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની માંગ કરી રહ્યું છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
