NewsClick પર દરોડાને લઈને અમેરિકાએ શું કહ્યું? જાણો અત્યારસુધી શુ કાર્યવાહી કરાઈ?
દેશના થોડા બચેલા પત્રકારોને ચુપ કરાવવા માટે મોદી સરકારના કાવા-દાવાનો ભોગ એનડીટીવી બાદ ન્યૂઝ ન્યૂઝ ક્લિક બન્યુ છે. ન્યૂઝ ક્લિક પર રેડ બાદ દુનિયાભરમાં તેના પડઘા પડ્યા છે. આ ક્રમમાં જ અમેરિકાનું નિવેદન સામે આવ્યુ છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યુ કે, યુનાઇટેડ સ્ટેટ્સ ભારતીય મીડિયા સંસ્થા ન્યૂઝક્લિક અને ચીન વચ્ચેના કથિત સંબંધોના અહેવાલોથી વાકેફ છે, પરંતુ તે દાવાઓની સત્યતા પર હજુ સુધી ટિપ્પણી કરી શકે તેમ નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું કે, અમેરિકાએ ભારત સરકારને ઓનલાઈન અને ઓફલાઈન બંને અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત પત્રકારોના માનવ અધિકારોનું સન્માન કરવાના મહત્વ વિશે વિનંતી કરી છે.
ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકના એચઆર વિભાગના સ્થાપક-સંપાદક અને વડાની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઘણા પત્રકારોની પણ દિલ્હી પોલીસે અટકાયત કરી હતી અને પુછપરછ બાદ છોડ્યા હતા.
ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકના કર્મચારીઓ અને ફાઇનાન્સ સાથે સંબંધિત 50 થી વધુ સ્થળોએ દિવસભરની શોધખોળ બાદ દિલ્હી પોલીસે મંગળવારે પોર્ટલના વડા અને HR વિભાગના વડાની ધરપકડ કરી હતી.
અહેવાલો અનુસાર, 17 ઓગસ્ટની એફઆઈઆરને અનુસરીને રેડ અને ધરપકડ કરવામાં આવી કહી છે. પોલીસનો આરોપ છે કે ન્યૂઝક્લિકને યુનાઈટેડ સ્ટેટ્સ મારફતે ચીન પાસેથી ગેરકાયદેસર ભંડોળ મળ્યુ છે.
બીજી તરફ જ્યારે વેદાંત પટેલને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાસે ચીનના પ્રભાવના સંભવિત ઓપરેશન વિશે કોઈ માહિતી છે તો વેદાંત પટેલે આને લગતી કોઈપણ બાબતની માહિતી હોવાનો ઇનકાર કર્યો છે.
જણાવી દઈએ કે, અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભારતીય ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકને ગેરકાયદેસર રીતે પૈસા મોકલ્યા છે, જેનો હેતુ ભારતમાં ચીનના પ્રચારને આગળ વધારવાનો છે.
આ આરોપો પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું કે, અમે તે ચિંતાઓથી વાકેફ છીએ અને પીઆરસી સાથેના આ આઉટલેટના સંબંધો વિશેની રિપોર્ટિંગ જોઈ છે, પરંતુ અમે તે દાવાઓની સત્યતા પર હજુ સુધી કોઈ ટિપ્પણી ન કરી શકીએ.
પત્રકારો પરના દરોડા ફ્રી પ્રેસનું ઉલ્લંઘન છે કે કેમ તે અંગે પ્રશ્નના જવાબમાં વેદાંત પટેલે જણાવ્યું કે, યુએસ સરકાર જીવંત અને સ્વતંત્ર લોહશાહીમાં સોશિયલ મીડિયા સહિત વૈશ્વિક સ્તરે મીડિયાની મજબૂત ભૂમિકાને સમર્થન આપવાનું ચાલુ રાખશે. અમે આવા મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખીશું.
તેમણે કહ્યું કે, અમે ભારત સરકાર સાથે સાથે વિશ્વભરના દેશો સાથે આ બાબતો પર મુક્ત પ્રેસને લગતા મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખીશું અને ભારત સાથેના આવા મુદ્દાઓ દ્વિપક્ષીય સંબંધોના મૂળમાં છે.
તેમણે આગળ કહ્યું કે, અમે ભારત સરકારને અને માત્ર ભારતને જ નહીં પરંતુ અન્ય દેશોને પણ પત્રકારોના માનવાધિકારનું સન્માન કરવાના મહત્વ વિશે વિનંતી કરી છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
