પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને સોમવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગદીપ ધનખર મેલેરિયાથી સંક્રમિત છે અને તપાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને સોમવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગદીપ ધનખર મેલેરિયાથી સંક્રમિત છે અને તપાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગદીપ ધનખરને એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જગદીપ ધનખરને સોમવારના રોજ બપોરે 3 કલાકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર નીરજ નિશ્ચલની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. નીરજ નિશ્ચલ મેડિસિન વિભાગમાં એડિશનલ પ્રોફેસર છે.
જગદીપ ધનખર પશ્ચિમ બંગાળના સત્તાવાર ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, જ્યાં તેમને તાવની ફરિયાદ હતી. જે બાદ જગદીપ ધનખડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ મેલેરિયાથી સંક્રમિત જણાયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખર ઉત્તર બંગાળના 10 દિવસના પ્રવાસ બાદ બાગડોગરાથી દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અહીં જગદીપ ધનખડનો તાવ વધવા લાગ્યો, ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હાલ તેમની તબિયત સારી છે.
જગદીપ ધનખરનો જન્મ 18 મે, 1951ના રોજ કિથાણામાં થયો હતો. જગદીપ ધનખરની ઉંમર આશરે 70 વર્ષ છે. સોશિયલ મીડિયાના અહેવાલ મુજબ તેઓ એક પ્રખ્યાત રાજકારણી છે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. તેમણે પોતાનું વરિષ્ઠ શિક્ષણ ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં પૂર્ણ કર્યું છે. તેઓ રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી સ્નાતક થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
