IMD Alert: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, દિલ્લી સહિત આ રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં તેજીથી હવામાનનો મિજાજ બદલાવાનો છે.
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં હાલમાં આંધી-વરસાદ ચાલી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન દેશના ઘણા ભાગોમાં તેજીથી હવામાનનો મિજાજ બદલાવાનો છે. વિભાગે કહ્યુ છે કે દિલ્લીમાં આ સપ્તાહ હવામાન આહલાદક રહેવાનુ છે. તેણે કહ્યુ છે કે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી રાજધાનીમાં વરસાદની સંભાવના છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ
આઈએમડીના જણાવ્યા અનુસાર આખુ સપ્તાહ દિલ્લીનુ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી ઓછુ રહેવાનુ અનુમાન છે અને આગલા ત્રણ દિવસ વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવુ થઈ રહ્યુ છે. દિલ્લીના હવામાનની અસર આસપાસના રાજ્યોમાં થવાની છે અને આના કારણે યુપી, બિહાર, એમપી, રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના રહેલી છે.

ઉત્તરાખંડમાં યલો એલર્ટ જારી
ઉત્તરાખંડમાં તો યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશમાં સક્રિય થવાના કારણે રાજસ્થાનના જેસલમેર, બાડમેર, ચુરુ, ફલોદી, બીકાનેર, જોધપુર, ઝાલોર અને પાલીમાં હળવા વરસાદ અને આંધીની સંભાવના છે.

ચોમાસાની શરૂઆત 3 જૂનથી
ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે સાઉથ-વેસ્ટ મોનસુન 3 જૂને કેરળ પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 1 જૂનથી ધીમે ધીમે આગળ વધશે માટે કેરળમાં મોનસુનની શરૂઆત 3 જૂનથી થઈ શકે છે પરંતુ આ પહેલા કેરળમાં પ્રી-મોનસુન પ્રક્રિયા જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા આઈએમડીએ કહ્યુ હતુ કે વાવાઝોડા યાસના કારણે ચોમાસુ સમય પહેલા આવી શકે છે અને તેને 31 મે સુધી તેના કેરળ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
