Weather Updates: દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં આજે આંધી-તોફાનની સંભાવના, એલર્ટ જાહેર
દેશના ઘણા રાજ્યોમાં આજથી હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જાણો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ...
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં આજથી હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજથી દિલ્લી-એનસીઆર, યુપી, રાજસ્થાનમાં આંધી-પાણીની સંભાવના છે. વળી, રાજધાની દિલ્લીમાં કાલે અને યુપીમાં કાલથી બે દિવસ બાદ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. હવામાન વિભાગે આજથી દિલ્લી, યુપી, બિહાર અને રાજસ્થાનમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરી દીધુ છે.

દિલ્લીમાં તેજ વરસાદના અણસાર
વિભાગે કહ્યુ છે કે 16 થી 18 જૂનની વચ્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. 16 જૂને ઉત્તર પંજાબમાં ભારે વરસાદની સંભાવના છે. 16 અને 17 જૂને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દિલ્હીમાં આજથી વરસાદ શરૂ થઈ શકે છે.તેમણે કહ્યુ છે કે દિલ્હીમાં આજે જે વાવાઝોડુ આવી રહ્યુ છે તે ચોમાસા પૂર્વેની ગતિવિધિઓનો એક ભાગ છે. હાલ પૂરતુ તેમણે આજે રાજધાનીમાં એલર્ટ જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે વરસાદ દરમિયાન જોરદાર પવન ફૂંકાશે.

ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર
ચોમાસાના કારણે મુંબઈ, ગોવા, કોંકણ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ તમિલનાડુ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

યુપી અને મહારાષ્ટ્રમાં થઈ શકે ભારે વરસાદ
ખાનગી હવામાન માહિતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, કોંકણ ક્ષેત્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, કેરળના ભાગો, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા અને દક્ષિણ- પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
