Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસશે વરસાદ, પડી શકે છે કરા

ભીષણ ગરમીનો સામનો કરી રહેલ લોકો માટે ભારતીય હવામાન વિભાગનુ આ લેટેસ્ટ ટ્વિટ ઘણુ રાહતભર્યુ હોઈ શકે છે.

નવી દિલ્લીઃ ભીષણ ગરમીનો સામનો કરી રહેલ લોકો માટે ભારતીય હવામાન વિભાગનુ આ લેટેસ્ટ ટ્વિટ ઘણુ રાહતભર્યુ હોઈ શકે છે જેમાં તેમણે કહ્યુ છે કે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી ભારતના ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ થવાના અણસાર છે. તેણે દિલ્લી, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આંધી-વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યુ કે આવુ એક બંગાળની ખાડી પર બનેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંભવ બન્યુ છે.

આજે અને કાલે હીટવેવ નહિ થાય

આજે અને કાલે હીટવેવ નહિ થાય

હવામાન વિભાગે એ પણ કહ્યુ છે કે આજે અને કાલે હીટવેવ નહિ થાય. જેનાથી લોકોને ગરમ પવનોનો સામનો નહિ કરવો પડે. જો કે, તેણે એ જરુર કહ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટ્યા બાદ જરુર એક વાર ફરીથી પારો ચડશે અને લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

એક સાઈક્લોનિક પ્રેશર ડેવલપ થઈ રહ્યુ છે

એક સાઈક્લોનિક પ્રેશર ડેવલપ થઈ રહ્યુ છે

આઈએમડીના જણાવ્યા મુજબ આજે દક્ષિણ અંદમાન સાગર અને આસપાસના વિસ્તારોમાં એક સાઈક્લોનિક પ્રેશર પણ ડેવલપ બનતુ દેખાઈ રહ્યુ છે કે જે 6 મેના રોજ એક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે જેના કારણે દક્ષિણ અંદમાન સાગર આસપાસ ભીષણ વરસાદ થઈ શકે છે. માટે આ પ્રેશર પર હવામાન વિભાગની નજર છે.

હિમાચલમાં આગલા ચાર દિવસનુ એલર્ટ જાહેર

હિમાચલમાં આગલા ચાર દિવસનુ એલર્ટ જાહેર

વળી, હિમાચલમાં આગલા ચાર દિવસ માટે મધ્યમથી તેજ વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ આજે અહીંના ઘણા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને ક્યાંક-ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે. માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. માત્ર હિમાચલ જ નહિ પરંતુ જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે માટે અહીં પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.

ઘણા રાજ્યોમાં વરસાદના અણસાર

ઘણા રાજ્યોમાં વરસાદના અણસાર

વળી, આસામ-મેઘાલય અને નાગાલેન્ડ-મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જ્યારે યુપીના ઘણા જિલ્લાઓમાં પણ આજે વરસાદના અણસાર છે. લખનઉ, બનારસ, પ્રયાગરાજ, સુલતાનપુરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. વળી, બિહારમાં પણ પટના સહિત ઘણા શહેરોમાં મેઘવર્ષા થઈ શકે છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X