Weather: દિલ્લીમાં બદલાશે મોસમનો મિજાજ, ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, કાશ્મીરમાં હિમવર્ષાથી ભૂસ્ખલન
સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં શું કહ્યુ છે, જાણો અહીં...
નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે આજથી દિલ્હીનુ તાપમાન ફરી એકવાર વધશે અને ગરમી વધવાની સંભાવના છે. IMDના જણાવ્યા મુજબ દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહી શકે છે. IMD મુજબ દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી 27 જૂન સુધીમાં થઈ શકે છે.

ભારે વરસાદ થવાની સંભાવના
માત્ર દિલ્હીમાં જ નહિ પરંતુ પડોશી રાજ્યોમાં પણ હવામાનની સ્થિતિ યથાવત રહેવાની છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, એમપી, યુપી, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યુ
મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે આજે મુંબઈ, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, યુપી, બિહાર, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે કાશ્મીરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ છે.

અમુક જગ્યાએ હળવો વરસાદ સંભવ
જ્યારે હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉપ-હિમાલયના ભાગો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને હળવાથી મધ્યમ કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ શકે છે વરસાદ
ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, આંતરિક ઓરિસ્સા, કેરળ, આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, રાયલસીમા, તેલંગાના અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ અને પૂર્વ ગુજરાત, દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગો અને પશ્ચિમ હિમાલયમાં એક અથવા બે સ્થળોએ હળવો વરસાદ શક્ય છે. બીજી તરફ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
