Weather Update: હિમાચલમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, 4ના મોત, સ્કૂલો-કૉલેજો બંધ

Weather Update: ઉત્તરાખંડ અને હિમાચલમાં હાલમાં ચોમાસાનો વરસાદ વિનાશ વેરી રહ્યો છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચંબામાં સોમવારે ભૂસ્ખલન થતાં બે મહિલાઓ અને એક 4 મહિનાના બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. અહીંના પોલીસ સ્ટેશન નજીક ટેક્સી સ્ટેન્ડ પર અમુક વાહનોમાં પણ લોકો ફસાયા હતા. ભારે મુશ્કેલી બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

ઉત્તરાખંડમાં આજથી આગામી બે દિવસ સુધી હવામાન ખરાબ રહેવાનું છે. હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કર્યું છે, ભારે વરસાદને કારણે આજે ટિહરી જિલ્લાના ભીલંગાના, ચંબા, નરેન્દ્ર નગર, જૌનપુરમાં ધોરણ 1થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

landslide

દેહરાદૂન, પૌરી, નૈનીતાલ, ચંપાવત અને બાગેશ્વર સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 22-26 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે અને કહ્યું છે કે જો ચંબા અને મંડી જિલ્લામાં વરસાદ થશે તો અહીં પૂર જેવી સ્થિતિ થશે.

તમને જણાવી દઈએ કે હિમાચલ પહેલાથી જ વરસાદનો સામનો કરી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં અહીં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, આવી સ્થિતિમાં હવામાન વિભાગની આ ચેતવણી ચોક્કસપણે લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

નોંધનીય છે કે ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી, એમપી, છત્તીસગઢ અને બિહારમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી અહીં પણ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X