Weather Updates: દેશના ઘણા રાજ્યોમાં આંધી-પાણીની સંભાવના, દિલ્લીમાં લાગશે 'લૂ'

ઉત્તર ભારતમાં ગરમીએ અત્યારથી જ પોતાનુ રૌદ્ર રૂપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. જાણો હવામાન અપડેટ.

નવી દિલ્લીઃ ઉત્તર ભારતમાં ગરમીએ અત્યારથી જ પોતાનુ રૌદ્ર રૂપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. દેશના ઘણા રાજ્યોમાં પારો ચાલીસને પાર જતો રહ્યો છે. લોકો હેરાન-પરેશાન છે, તેમને સમજમાં નથી આવી રહ્યુ કે જો એપ્રિલમાં આ હાલ છે તો મે-જૂનમાં પારાના શું હાલ હશે? ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવનારા એક સપ્તાહમાં પણ હવામાનની આ જ સ્થિતિ રહેવાની છે અને લોકોને પ્રચંડ ગરમીનો સામનો કરવો પડશે પરંતુ અમુક રાજ્યોમાં આંધી-પાણીની સંભાવના છે.

ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના

ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયના ક્ષેત્રમાં આગલા બે દિવસ સુધી ભારે વરસાદ થશે અને આ દરમિયાન તેજ આંધી અને વિજળી પડવાની સંભાવના છે. વળી, દિલ્લીમાં લૂ લાગવાના અણસાર છે અને આના કારણે અહીં ઘણા દિવસોથી યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 12 એપ્રિલ સુધી વરસાદના અણસાર નથી. દિલ્લીમાં ઉપરથી તાપમાન ચાલીસને પાર જ રહી શકે છે.

ધૂળ ભરેલી આંધી આવી શકે છે

ધૂળ ભરેલી આંધી આવી શકે છે

હવામાન વિભાગે જણાવ્યુ છે કે હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને આંતરિક ઓરિસ્સામાં પણ અલગ-અલગ હીટવેવની સ્થિતિ થવાની સંભાવના છે. વળી, વિદર્ભ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઝારખંડ, જમ્મુ સંભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્લી, પશ્ચિમી રાજસ્થાનના લોકોને પણ ગરમ પવનોનો સામનો કરવો પડશે અને ક્યાંક-ક્યાંક ધૂળ ભરેલી આંધી પણ આવી શકે છે.

હીટવેવની સંભાવના

હીટવેવની સંભાવના

રાજસ્થાનના ડુંગરપુર, ઝુંઝનુ, સીકર, ટોંક, કોટા, બુંદી, જયપુર, ધોલપુર, કરોલીમાં હીટવેવની સંભાવના છે માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. આઈએમડીએ કહ્યુ છે કે આગલા 5 દિવસો દરમિયાન કેરળ-માહે, તમિલનાડુ, પુડુચેરી-કરાઈકલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તર-પૂર્વમાં જોરદાર વરસાદ થઈ શકે છે. વળી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવના બનેલી છે.

દિલ્લીમાં આજે સવારે AQIની સ્થિતિ

દિલ્લીમાં આજે સવારે AQIની સ્થિતિ

પૂસા, દિલ્લી - 261 AQI ખરાબ
પંજાબી બાગ - 264 AQI ખરાબ
શાદીપુર - 272 AQI ખરાબ
દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 243 ખરાબ
અશોક વિહાર - 247 AQI ખરાબ
એનએસઆઈટી દ્વારકા - 238 AQI ખરાબ
લોધી રોડ - 246 AQI ખરાબ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X