Wether Updates: દેશના આ રાજ્યોમાં ઠંડીનુ રૌદ્ર રુપ યથાવત, શીત લહેરનુ એલર્ટ જાહેર
દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે.
નવી દિલ્લીઃ દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે ઠંડીનો પ્રકોપ આમ જ ચાલુ રહેશે અને 29થી 31 ડિસેમ્બર વચ્ચે ઘણા રાજ્યોમાં શીત લહેર ચાલશે અને ઠંડી વધશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અને પહાડો પર બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે.

દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનુ રૌદ્ર રુપ યથાવત
આઈએમડીએ પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્લીાં આગલા ચાર દિવસ સુધી માટે ગાઢ ધૂમ્મસનુ પણ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે બીજી તરફ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં હળવા વરસાદના અણસાર છે જ્યારે રાજધાની દિલ્લીમાં આજે વરસાદ થવાના અણસાર નથી પરંતુ અહીં શીત લહેર અને ધૂમ્મસનો આતંક જોવા મળશે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે અહીં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

હાલમાં પહાડો પર થઈ રહી છે હિમવર્ષા
હાલમાં પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીરમાં ડાલ ઝીલ જામી ચૂકી છે જ્યારે બીજી તરફ હિમાચલ, ઉત્તરાખંડના મેદાનો સફેદ ચાદરથી ઢંકાઈ ચૂક્યા છે. લેહ, જમ્મુ, શ્રીનગરમાં તેઝી પારો ઘટશે. અમુક જગ્યાએ તાપમાન માઈનસમાં પહોંચી ગયુ છે જ્યારે કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલમાં આગલા ત્રણ દિવસ સુધી હિમવર્ષાની સંભાવના છે. વળી, દક્ષિણ ભારતમાં હવામાન સૂકુ રહેશે. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં તડકો નીકળવાના અણસાર છે અને અહીં પહેલાની સરખામણીમાં આકાશ સાફ રહેશે પરંતુ વચ્ચે-વચ્ચે હળવા પવનો ચાલતા રહેશે.

શીત લહેરનુ એલર્ટ
રાજસ્થાનમાં કડકડતી ઠંડીનો કહેર ચાલુ છે. અહીંના ફતેહપુર, સીકર અને ચુરુમાં જોરદાર ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે અહીં શીત લહેરનુ એલર્ટ જાહેર કર્યુ છે. વળી, દિલ્લી-એનસીઆરમાં આજે પણ હવાની ક્વૉલિટી ઘણી ખરાબ છે. જો કે વરસાદ થવાના કારણે પ્રદૂષણમાં થોડો સુધારો થયો છે પરંતુ હજુ પણ સ્થિતિ સુધરી નથી. વધતી ઠંડીના કારણે રસ્તાના કિનારે ઘણા લોકો આગ સેકતા જોવા મળ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
