Weather: 49 ડિગ્રી પર ઉકળ્યા બાદ દિલ્લીમાં છવાયા વાદળો, ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, કેરળમાં રેડ એલર્ટ

કાલની ગરમી પછી આજે સવારથી દિલ્લીના હવામાનમાં પલટો આવ્યો છે. જાણો દેશની હવામાન અપડેટ.

નવી દિલ્લીઃ ભીષણ ગરમીએ લોકોએ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. રવિવારે દિલ્લીનુ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ પહોંચ્યુ. લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહ્યુ છે. જો કે, કાલની ગરમી પછી આજે સવારથી હવામાનમાં પલટો આવ્યો છે. હાલમાં દિલ્લીમાં વાદળો છવાયા છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે એક દિવસ પહેલા જ કહ્યુ હતુ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાના કારણે દિલ્લીમાં સોમવારથી હવામાન પલટાશે અને આંધી-વરસાદ આવશે.

આજે દિલ્લી-એનસીઆરમાં થઈ શકે છે વરસાદ

આજે દિલ્લી-એનસીઆરમાં થઈ શકે છે વરસાદ

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યુ કે આજે દિલ્લી-એનસીઆરમાં વરસાદ થઈ શકે છે અને ભારે પવન સાથે આંધી આવવાની પણ સંભાવના છે. આજે દિલ્લીમાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાન ક્રમશઃ 41 અને 28 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિલ્લીના હવામાનનુ આ રુપ આજથી લઈને ગુરુવાર સુધી રહી શકે છે. વળી, શુક્રવારે એક વાર ફરીથી લોકોને લૂનો સામનો કરવો પડશે અને માટે અત્યારથી શુક્રવાર માટે લૂનુ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ઘણા રાજ્યોમાં વરસાદના અણસાર

ઘણા રાજ્યોમાં વરસાદના અણસાર

દિલ્હીમાં જ નહિ પરંતુ યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ હળવા વરસાદની અપેક્ષા છે. જે લોકોને ગરમીથી રાહત આપશે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં લોકોને હીટવેવનો સામનો કરવો પડશે. ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ હળવો વરસાદ પડશે.

કેરળમાં રેડ એલર્ટ

કેરળમાં રેડ એલર્ટ

એક તરફ ઉત્તર ભારતની આ સ્થિતિ છે ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે અને તેના કારણે અહી આજથી રેડ એલર્ટ લાગુ છે. માછીમારોને પણ દરિયામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. વળી, આંધ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં આજે વરસાદ પડી શકે છે.

બદલાશે હવામાન, મળશે રાહત

બદલાશે હવામાન, મળશે રાહત

વળી, ખાનગી એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે આજે અંદમાન-નિકોબાર ટાપુઓ, કેરળ, કર્ણાટક, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આંતરિક તમિલનાડુ અને લક્ષદ્વીપ, ઉત્તર પૂર્વ બિહાર, છત્તીસગઢના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X