Weather Updates: હોળી પહેલા દેશના 7 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના, Alert જાહેર
આજથી લઈને હોળી સુધી દેશના લગભગ 7 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના છે.
નવી દિલ્લીઃ સમગ્ર દેશમાં હવામાનમાં ઉથલ-પાથલ ચાલી રહી છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદે લોકોને પરેશાન કરી દીધા છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજથી લઈને હોળી સુધી દેશના લગભગ 7 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના છે. માટે તેમણે અમુક સ્થળોએ એલર્ટ જાહેર કર્યુ છે. જે સાત જગ્યાઓએ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે તેમાં પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર શામેલ છે. અહીં ભારે વરસાદ સાથે કરાવૃષ્ટિ થવાની સંભાવના છે. જો કે હોળી બાદ આ જગ્યાઓએ ઝડપથી તાપમાન વધવાના પણ અણસાર છે.

દેશના 7 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના
વિભાગે કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં વરસાદનો માહોલ બન્યો છે. આઈએમડીએ આ માટે એક ટ્વિટ પણ કર્યુ છે જેમાં તેમણે કહ્યુ છે કે આજે સાંજ સુધી મેનપુરી, શિકોહાબાદ, ફિરોઝાબાદ, ટૂંડલા, એટા,જલેસર, સાદાબાદ, હાથરસ, આગ્રામાં વરસાદ આવી શકે છે. હોળી બાદ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં પારો 35 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.

હવામાન માટે સાવચેત રહેવાની જરૂર
વિભાગે પહેલા જ સાવચેત કર્યા છે કે દેશમાં આ વખતે વધુ ગરમી પડવાના અણસાર છે. હવામાન વિભાગે લોકોને હવામાન માટે સાવચેત રહેવા માટે પણ કહ્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીથી ગ્રસિત લોકોએ સાવચેત રહેવાની જરૂરી છે અને જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળવા માટે કહ્યુ છે.

તાપમાન 37-38 ડિગ્રી સુધી જઈ શકે છે
જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લી-એનસીઆરમાં આજે અને કાલે પણ હળવો વરસાદ સંભવ છે પરંતુ શુક્રવારથી હવામાનમાં ફેરફાર આવશે અને પારો એકદમ ચડશે. આઈએમડીના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ કે શુક્રવારથી તાપમાન ફરીથી વધવાની સંભાવના છે. પૂર્વાનુમાન કહે છે કે હોળીની આસપાસ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયલ આસપાસ રહેવાની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
