Weather Update: દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં પારો 10 ડિગ્રી ગગડશે, ઠંડી વધશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ સપ્તાહે પારો ગગડશે અને ઠંડીનુ પ્રમાણ વધશે.
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ સપ્તાહે પારો ગગડશે અને ઠંડીનુ પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી તરફ આવતી ઠંડી ઉત્તર-પશ્ચિમી હવાઓ સાથે દિલ્લીનુ લઘુત્તમ તાપમાન છેલ્લા ચાર દિવસોમાં ચાર ડિગ્રીથી વધુ નીચુ ગયુ છે જે શનિવારે 10 ડિગ્રીના નિશાન સુધી પહોંચી ગયુ છે. આ સપ્તાહે દિલ્લીના આસપાસના વિસ્તારોમાં પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી શકે છે.

દિલ્લીમાં શનિવારે તાપમાન 12.6 ડિગ્રી અને રવિવારે પણ 12.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જ્યારે શુક્રવારે 14.6 ડિગ્રી સેલ્સિયસ હતુ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણીએ કહ્યુ કે તાપમાનમાં અચાનક ઘટાડો ઘટાડો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(WD)ને કારણે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 નવેમ્બરે દિલ્લીએનસીઆરના વિસ્તારોમાંથી દૂર હટી ગયુ હતુ. જેના કારણે ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'પવનની દિશાપહેલા દક્ષિણ-પૂર્વ હતી અને તે લઘુત્તમ 17 ડિગ્રીની આસપાસ ફરતી હતી. સામાન્ય રીતે જ્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક ક્ષેત્ર બનાવે ત્યારે લઘુત્તમ તાપમાનમાં વધારો થાય છે. ઉત્તર-પશ્ચિમી પવનો એ દિશામાંથી આવે ત્યારે એ મુજબ તાપમાનને પ્રભાવિત કરે છે.'
હવામાન વૈજ્ઞાનિક આર.કે.જેનમણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે અને આ અઠવાડિયે તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે.' તેમણે કહ્યુ કે સોમવારે પવનની દિશા થોડા સમય માટે પૂર્વ હોઈ શકે છે. જેમાં નજીવો વધારો જોવા મળી શકે છે. પરંતુ આગામી સાત દિવસમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે. તેના કારણે ન્યૂનતમ તાપમાન ધીમે ધીમે વધુ ઘટશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
