Weather Update:દિલ્લીમાં બે દિવસ ગરમીનુ રેડ એલર્ટ, સમગ્ર ઉત્તર ભારતમાં લૂની સ્થિતિ યથાવત
Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલમાં આકરી ગરમીની ઝપેટમાં છે. તાપમાનમાં વધારાની સાથે જ ગરમીના પ્રકોપના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી તીવ્ર ગરમી અને હીટ વેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં હાલ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે દિલ્હીમાં બે દિવસ સુધી ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ ભારતમાં મુખ્યત્વે મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં આગામી 3-5 દિવસમાં અત્યંત ભારે વરસાદ (20 સે.મી.થી વધુ) થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્લીમાં આજે હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 45 અને લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. 19 અને 20મીએ હળવા ઝરમર વરસાદ છતાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. 21થી 23 જૂન સુધી ભારે પવન ફૂંકાશે અને આકાશ આંશિક વાદળછાયું રહેશે. આ દરમિયાન, મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની ધારણા છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્વચ્છ હવામાન સાથે હીટવેવ ચાલુ રહેશે. આજે અહીં હીટ વેવનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 19 થી 21 જૂન સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા છે.
પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો અહીં પણ 18થી 21 જૂન સુધી યલો અને ઓરેન્જ હીટ વેવનું એલર્ટ છે. આ સમયગાળા દરમિયાન અહીં વાવાઝોડાની પણ શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે પણ ભારે પવનની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો અહીં પણ ખૂબ જ ગરમી છે. 18 થી 21 જૂન સુધી હીટવેવની યલો એલર્ટ જારી કરવામાં આવી છે. મતલબ કે 21 જૂન પછી જ અહીં કોઈ રાહત નહીં મળે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
