Weather Update: કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, ઉત્તર ભારતમાં પણ સક્રિય થશે ચોમાસુ
Weather Update: દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો કાળઝાળ ગરમીમાં શેકાયઈ રહ્યા છે પરંતુ હવે તેમને ગરમીથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની ગતિ યોગ્ય છે અને તે 30 જૂન સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચી શકે છે, જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રી-મોન્સુન ગતિવિધિઓ શરૂ થશે અને તેના કારણે આજે પણ દિલ્હીમાં વરસાદ પડી શકે છે.
IMD એ આજે અને આવતીકાલે દિલ્હીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી ત્રણ-ચાર દિવસમાં ઉત્તર ભારતના મોટાભાગના પ્રાંતોમાં પ્રવેશ કરશે, જેના કારણે રાજ્યોમાં વરસાદ પડશે અને લોકોને ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગે આજે અને આવતીકાલે દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, બિહાર અને ઝારખંડમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર, આગામી ચાર દિવસમાં ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, ગુજરાતમાં રવિવાર અને સોમવારે (23-24 જૂન) ભારે વરસાદની સંભાવના છે. આગામી ચાર દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના વિદર્ભ વિસ્તારમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વ્યાપક વરસાદની સંભાવના છે.
બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય છે અને તેના કારણે આજે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, સિક્કિમ અને બંગાળમાં ભારે વરસાદની આશંકા છે, તેથી ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, ગિલગિટ, ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને તેથી અહીં પણ એલર્ટ છે.
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદ સાથે થોડો ઘણો હળવો વરસાદ પડી શકે છે. કોંકણ અને ગોવા, દક્ષિણ ગુજરાત, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પૂર્વ ગુજરાત, ઓડિશા અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાયલસીમા, આંતરિક કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
