Weather Update: દિલ્લી સહિત આ રાજ્યોમાં વરસાદની સંભાવના, જાણો હવામાનની આગાહી
Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનો લગભગ અડધાથી વધુ પસાર થઈ ગયો છે પરંતુ સારી વાત એ છે કે આકરી ગરમી હજુ શરૂ થઈ નથી, જેના કારણે લોકો રાહતમાં છે. જો કે હવામાન વિભાગે આ સપ્તાહના અંતમાં દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સપ્તાહના અંતમાં દિલ્હીમાં વરસાદ પડી શકે છે. આ સાથે સમગ્ર એપ્રિલ મહિનામાં હીટવેવની શક્યતા પણ નકારી કાઢવામાં આવી છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે અને તાપમાન પણ સામાન્ય રહેવાની આશા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 18થી 20 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. શનિ-રવિના વરસાદ બાદ દિલ્હીમાં તાપમાનનો પારો અમુક અંશે વધવાની શક્યતા છે. હાલમાં આ સપ્તાહનો અંત લોકો માટે આનંદદાયક છે.
દિલ્હીમાં તાપમાનના પારાને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે આ સપ્તાહમાં મહત્તમ તાપમાન 34-37 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
નોઈડાની વાત કરીએ તો 19 એપ્રિલે હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે અહીં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. લઘુત્તમ તાપમાન 20-24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે દિલ્હીની સાથે સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અહીં 18-20 એપ્રિલ વચ્ચે વરસાદ પડી શકે છે. આ સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18-21 એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં 19 એપ્રિલ સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોવામાં પણ હીટ વેવની સ્થિતિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે








Click it and Unblock the Notifications
