Weather Update: આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, દિલ્લીમાં ચડશે પારો
સાઉથ-વેસ્ટ મોનસુન પોતાની પૂરી ગતિએ આગળ વધી રહ્યુ છે અને જલ્દી યુપી, બિહાર અને એમપી પહોંચી જશે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે સાઉથ-વેસ્ટ મોનસુન પોતાની પૂરી ગતિથી આગળ વધી રહ્યુ છે અને જલ્દી યુપી, બિહાર અને એમપી પહોંચી જશે. હાલમાં મોનસુન હાલમાં ઉત્તર પૂર્વમાં છે અને હાલમાં દેશના પૂર્વોત્તરના રાજ્ય વરસાદનો આનંદ લઈ રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ કે ચોમાસુ સામાન્ય ગતિએ આગળ વધી રહ્યુ છે. વળી, આજે દિલ્લીમાં હવામાન સૂકુ રહેવાનુ છે અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં મોટાભાગની જગ્યાએ તડકો જોવા મળશે જેનાથી તાપમાન વધશે અને લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

મુંબઈમાં 4 દિવસનુ એલર્ટ જારી
આગલા 4 દિવસ સુધી મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે માટે આઈએમડીએ એલર્ટ જારી કર્યુ છે. આઈએમડીની એલર્ટ બાદ મહારાષ્ટ્ર સીએમઓ તરફથી બધી એજન્સીઓએ સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે હિંદ-અરબ સાગરથી ભારતના સાઉથ-વેસ્ટ કોસ્ટ પર આવતી હવાઓને મોનસુન કહે છે જેનાથી ભારતમાં વરસાદ થાય છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઉથ-વેસ્ટ મોનસુનના કારણે ઘણા રાજ્યોમાં પ્રી-મોનસુન પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ વર્ષે 96 ટકાથી લઈને 104 ટકા સુધી વરસાદ થઈ શકે છે કે જે સામાન્યથી સારા વરસાદની શ્રેણીમાં આવે છે.

10 જૂનથી ભારે વરસાદની સંભાવના
10 જૂનથી ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્લી, યુપી, એમપી, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આસામ, મેઘાલય, મિઝોરમ, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની આશા છે જ્યારે રાજસ્થાન, ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. વળી, કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

દિલ્લીમાં પડશે ગરમી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સપ્તાહમાં દિલ્લીમાં હવામાન સૂકુ, ગરમ અને પ્રદૂષણયુક્ત રહેવાનુ છે. આઈએમડીએ કહ્યુ છે કે 11 જૂન સુધી આકાશ સાફ રહેવાની સાથે-સાથે 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હવાઓ દિલ્લીમાં ચાલશે. અહીંનુ તાપમાન 41 ડિગ્રી સુધી જઈ શકે છે. વળી, 13 જૂન બાદથી દિલ્લીનુ તાપમાન બદલાશે અને હળવા વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
