દિલ્લી-ચંદીગઢમાં થયો વરસાદ, આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ
શુક્રવારે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થવાથી હવામાન આહલાદક થઈ ગયુ છે. જાણો હવામાન અપડેટ.
નવી દિલ્લીઃ શુક્રવારે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થવાથી હવામાન આહલાદક થઈ ગયુ છે. આજે સવારે દિલ્લી-એનસીઆર અને ચંદીગઢમાં વાદળો વરસ્યા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગે અહીં પહેલેથી જ એલર્ટ જાહેર કર્યુ હતુ. વિભાગે કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં પંજાબ, હરિયાણા, યુપી, ઉત્તરાખંડમાં પણ વરસાદ થવાની પૂરી સંભાવના છે. વળી, દિલ્લીમાં આંધી-તોફાન કાલ સુધી ચાલુ રહેવાનો છે.

દિલ્લી-ચંદીગઢમાં થયો વરસાદ
આ સાથે જ આઈએમડીએ ચેતવણી આપી છે કે આગલા 48 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, દિલ્લી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદના અણસાર છે જેના કારણે તેણે ચેતવણી જાહેર કરી છે.

હિમાચલમાં થઈ હિમવર્ષા
બંગાળના ઘણા શહેરોમાં પણ ભારે વરસાદ થયો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ આનાથી ક્યાંક વૃક્ષો પણ ઉખડી ગયા છે અને રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વળી, હિમાચલમાં પણ ઘણી જગ્યાએ કાલે રાતે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે. અહીં શિમલામાં વરસાદના કારણે 5 માળની બિલ્ડિંગ પડી ગઈ છે. જો કે બિલ્ડિંગ જૂનુ હતુ અને ખાલી હતુ, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

છેલ્લા સપ્તાહમાં ગરમી ચરમ પર હશે
રાજસ્થાન, ગુજરાત અને એમપીમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. વળી, અહીં પારો 45ને પાર પણ જઈ શકે છે. વિભાગે કહ્યુ કે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ગરમી ચરમ પર હશે. લોકોને લૂનો પણ સામનો કરવો પડી શકે છે. ગરમીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો રાજસ્થાન, ગુજરાત અને ઓરિસ્સા રહેશે.

ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી
આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે કે છત્તીસગઢ, ઓરિસ્સા, ગુજરાત, તટીય મહારાષ્ટ્ર,ગોવા તેમજ તટીય આંધ્રપ્રદેશમાં આ વખતે જોરદાર ગરમી પડશે. વળી, આગલા સપ્તાહથી દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોનસુન વરસાદ પણ થઈ શકે છે. વળી, મેદાની વિસ્તારોના અમુક રાજયોમાં સૂરજ દેવતા આગ વરસાવશે જેનાથી પારો 45ને પાર જઈ શકે છે માટે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કારણતકે ગરમી અને કોરોના બંને આરોગ્ય માટે ઘાતક છે માટે સૌએ કોરોના અને ગરમી માટે જાહેર કરવામા આવેલ ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
