Weather Updates: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં આજે આવશે વરસાદ
દેશની રાજધાનીમાં આજે સવારે જ જોરદાર વાદળો વરસ્યા છે. જાણો આજે કયા રાજ્યોમાં પડશે વરસાદ.
નવી દિલ્લીઃ દેશની રાજધાનીમાં આજે સવારે જ જોરદાર વાદળો વરસ્યા છે ત્યારબાદ તાપમાનમાં ઘટાડો આવ્યો છે પરંતુ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે અવરજવર કરનાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગામી બે કલાક દરમિયાન મુરાદાબાદ, રામપુર, અમરોહા, મિલક(યુપી), દિલ્લી-એનસીઆર(ગુરુગ્રામ,ગ્રેટર નોઈડા, નોઈડા, હાપુડ, હાંસી, હિસાર, ગોહાના)માં જોરદાર વરસાદ થવાની સંભાવના છે અને તેને કારણે આઈએમડીએ અહીં એલર્ટ આપ્યુ છે.

દિલ્લીમાં ચાર દિવસ માટે અપાયુ એલર્ટ
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલેથી જ દિલ્લીમાં ચાર દિવસ માટે એલર્ટ આપેલુ હતુ. વિભાગનુ કહેવુ છે કે ચોમાસુ પોતાના અંતિમ દોરમાં છે અને ચક્રવાતી દબાણ બંગાળની ખાડી ઉપર બનેલુ છે જેના કારણે નૉર્થ ઈન્ડિયામાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. વરસાદનો દોર દિલ્લીમાં આગલા 4 દિવસ સુધી આમ જ ચાલુ રહેશે. વળી, હિમાચલ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજ સુધી હળવો વરસાદ થઈ શકે છે.

પશ્ચિમ-દક્ષિણમાં પણ આજે વરસાદ થઈ શકે છે
દિલ્લીમાં જ નહિ પરંતુ આજે ભારતના બીજા ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગુજરાતમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. વળી,, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કોંકણ, એમપીમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, દક્ષિણમાં આજે વાદળો વરસી શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર પ્રદેશમાં પણ આજે વરસાદ થઈ શકે છે. જો કે અહીં હળવા વરસાદની આશા છે. હાલમાં બધી જગ્યાએ એલર્ટ છે.

સ્કાઈમેટે પણ આપી ચેતવણી
હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે કહ્યુ છે કે આગલા 24 કલાક દરમિયાન દિલ્લી, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં વરસાદના અણસાર છે. વળી, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં આજે મેઘવર્ષા થઈ શકે છે અને આના કારણે બધા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
