Weather Update: દિલ્લી-NCRમાં કાળઝાળ ગરમી, અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના, જાણો હવામાનની આગાહી
Weather Update: દિલ્હી એનસીઆરમાં ખુશનુમા વાતાવરણ બાદ મંગળવારે ફરી તાપમાન વધવાની આશંકા છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે.
દિલ્હીમાં આજે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આજે દિવસભર હવામાન શુષ્ક રહેશે અને 17મી એપ્રિલે પણ હવામાન આવું જ રહેશે. જો કે આ અઠવાડિયે દિલ્હીમાં ફરી એકવાર વરસાદની સંભાવના છે. 19 એપ્રિલે દિલ્હી વાદળછાયું રહેશે અને હળવા વરસાદની શક્યતા છે. જો કે 21મીથી હવામાન ફરી શુષ્ક બની જશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં ચાર રાજ્યોમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જ્યારે હિમાલય ક્ષેત્રના કેટલાક રાજ્યોમાં પણ આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે. આઈએમડીના અહેવાલ મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે.
આઈએમડી અનુસાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 19 એપ્રિલ સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 18 એપ્રિલ સુધી, તેલંગાણામાં 17થી 18 એપ્રિલ અને ગોવામાં આજે હીટવેવ રહેશે.IM Dએ કહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18થી 21 એપ્રિલ સુધી ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 થી 20 એપ્રિલ સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં 18 એપ્રિલે અને ઉત્તરાખંડમાં 18 અને 19 એપ્રિલે કરા પડવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં 19 એપ્રિલે ભારે વરસાદ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
