Weather Update: લૂનો પ્રકોપ યથાવત, દિલ્લીમાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
Weather Update: દિલ્હીમાં આકરી ગરમી યથાવત છે. દિલ્હીમાં તાપમાનનો પારો સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. દિલ્હીમાં છેલ્લા 35 દિવસથી પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો નથી. આગામી દિવસોમાં પણ કોઈ રાહત મળે તેમ લાગતું નથી. તેને જોતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે એવી શક્યતા વ્યક્ત કરી છે કે આ સપ્તાહની શરૂઆતમાં ગરમીમાંથી કોઈ રાહત મળે તેવું હાલ જણાતું નથી. તેને જોતા સોમવારે દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે ભારે ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને હીટ વેવને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. જો લોકો સૂર્યપ્રકાશ અને ગરમીથી પોતાને બચાવતા નથી, તો બિમારીની ચપેટમાં આવી શકે છે. ગુરુવારે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે દિલ્હીમાં આંધી સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં પારો ઘણો ઊંચો છે, પરંતુ રાત્રે આંશિક વાદળછાયું વાતાવરણ રહે છે. રાત્રે જ્યારે તાપમાનનો પારો નીચો જશે અને લોકોને રાહત મળશે તેવી અપેક્ષા છે પરંતુ રાત્રે પશ્ચિમી પવનોને કારણે ગરમી ઓછી થઈ રહી નથી. વાદળોના કારણે પણ રાત્રે ગરમી ઓછી થતી નથી. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે 20 જૂન પછી તાપમાનનો પારો ઘટી શકે છે.
તમને જણાવી દઈએ કે 11 જૂન પછી ચોમાસામાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. રવિવારે દિલ્હીના સફદરગંજમાં તાપમાનનો પારો 44.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. જે સામાન્ય કરતા 6 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. શનિવારે તાપમાનનો પારો 44.6 ડિગ્રી નોંધાયો હતો. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
દિલ્હી એનસીઆરની વાત કરીએ તો પીતમપુરામાં તાપમાનનો પારો 47.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે બુધવાર સુધી દિલ્હીમાં તાપમાનનો પારો 44-45 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
