Weather Update: પશ્ચિમ બંગાળ-મહારાષ્ટ્રમાં લૂનુ એલર્ટ, દિલ્લીમાં વધી ગરમી, જાણો હવામાનની આગાહી

Weather Update: સમગ્ર દેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના થાણે, રાયગઢ અને મુંબઈમાં હીટ વેવનો ભય વ્યક્ત કર્યો છે.

વિભાગના જણાવ્યા અનુસાર, 27 એપ્રિલથી 29 એપ્રિલની વચ્ચે થાણે અને રાયગઢ અને મુંબઈના ઘણા ભાગોમાં હીટવેવ પ્રવર્તી શકે છે. આ સાથે દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

heat

હવામાન વિભાગે કહ્યું છે કે 30 એપ્રિલ સુધી દક્ષિણ પશ્ચિમ બંગાળમાં હીટવેવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. IMD એ લોકોને લાંબા સમય સુધી તડકામાં ન રહેવા, પૂરતા પ્રમાણમાં પાણી પીવા, સુતરાઉ કપડાંનો ઉપયોગ કરવા અને તડકામાં બહાર નીકળતી વખતે માથું ઢાંકવાની સલાહ આપી છે.

દિલ્હીના હવામાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે લઘુત્તમ પારો 21.6 ડિગ્રી સેલ્સિયસ હતો. વિભાગનું કહેવું છે કે શનિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આ સાથે વિભાગે કહ્યું છે કે આંશિક વાદળછાયું હોઈ શકે છે અને પવન પણ ફૂંકાઈ શકે છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં લોકોને હીટ વેવથી બચવા માટે સલાહ પણ આપવામાં આવી છે. 27 થી 29 એપ્રિલ સુધી થાણે, રાયગઢ અને મુંબઈના ઘણા ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. 27 અને 28 તારીખે તાપમાન ઘણું ઉંચુ રહી શકે છે. નોંધનીય છે કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હીટ વેવને લઈને જાહેર કરાયેલી આ બીજી ચેતવણી છે.

પશ્ચિમ બંગાળને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ બંગાળમાં 30 એપ્રિલ સુધી હીટ વેવને કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થશે. શુક્રવારે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના કલાઈનકુંડામાં તાપમાનનો પારો 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જે સામાન્ય કરતા 7.9 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. કોલકાતામાં મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. અહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X