Weather Update: દિલ્લીમાં છવાયેલા રહેશે વાદળો, આ રાજ્યોમાં વરસાદની સંભાવના

Weather Update: અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ચૂક્યુ છે અને તે ધીમે-ધીમે ભારત તરફ આગળ વધી રહ્યુ છે. વળી, પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર બનેલુ છે. વળી, ઓડિશા, તેલંગાના અને દક્ષિણ છત્તીસગઢમાં આંતરિક ભાગો ઉપરાંત રાયલસીમા અને ઝારખંડમાં નિમ્ન વાયુ દબાણવાળુ ક્ષેત્ર બનેલુ છે. આ બધા કારણોથી આવનારા દિવસોમાં વરસાદની સંભાવના છે.
દિલ્લીમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે દિલ્લીમાં હળવા વરસાદ પછી શનિવારે વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવા વરસાદની સંભાવના છે. આઈએમડી મુજબ માર્ચના અંત સુધી દિલ્લીમાં આ પ્રકારનુ હવામાન રહેશે અને આકાશ વાદળછાયુ રહેશે. હવામાન વિભાગે કહ્યુ કે દિલ્લીમાં માર્ચના અંતિમ દિવસો સુધી વાદળછાયુ વાતાવરણ યથાવત રહી શકે છે.
શુક્રવારે દિલ્લીના કેટલાક ભાગમાં હળવો વરસાદ પડ્યો, જેના કારણે તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ નીચે આવ્યુ, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછુ છે. હવામાન વિભાગે શનિવારે આકાશમાં આંશિક વાદળછાયુ રહેવાની આગાહી કરી છે.
દિલ્લીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
પંજાબ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, આસામ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ તેમજ દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં હળવો વરસાદ પડી શકે છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
હવામાન એજન્સીના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં પંજાબ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આંતરિક તમિલનાડુ અને દક્ષિણ કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, તટીય આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં હળવો વરસાદ પડી શકે છે. ગિલગિટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા હિમવર્ષાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
