Weather Update: રાજસ્થાનમાં ભારે વરસાદ, આ રાજ્યોમાં આવશે આંધી, જાણો દેશના બાકીના ભાગની સ્થિતિ
Weather Update Cyclone Biparjoy: શક્તિશાળી વાવાઝોડુ બિપરજોય ડીપ ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે. 15 જૂનની સાંજે ગુજરાતના જખૌમાં લેન્ડફોલ કરનાર ચક્રવાત બિપરજોય હવે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાનના દક્ષિણ સિંધના સંલગ્ન ભાગોમાં આગળ વધી રહ્યું છે. જેની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે.
બિપરજોય નબળુ પડવાને કારણે રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થયો છે અને 18 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે 17 જૂને જોધપુર, ઉદયપુર અને અજમેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 17 જૂનની સવારથી ઉદયપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. બિકાનેર અને જયપુરમાં ભારે વરસાદની સંભાવના છે.
IMDએ તેના દૈનિક હવામાન બુલેટિનમાં બાડમેર, જાલોર, પાલી અને સિરોહી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરતા 17 જૂન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અજમેરમાં 18 જૂને ભારે વરસાદ પડશે.
ચક્રવાતી તોફાન બિપરજોયની અસર ગુજરાતમાં 18 જૂન સુધી રહેશે. 18 જૂનની સવારથી મોજાની ઉંચાઈ ઘટવા લાગશે. પૂર્વોત્તર ભારત, ગુજરાતના કચ્છ વિસ્તારમાં આજે અને રવિવાર એમ બંને સમયે ભારે વરસાદ પડશે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે આ રાજ્યોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે.
દક્ષિણપૂર્વ રાજસ્થાન, ગુજરાત પ્રદેશ, કોંકણ અને ગોવા અને પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, તટીય આંધ્ર પ્રદેશમાં પણ વરસાદ પડશે.
બીજી તરફ પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં હળવો વરસાદ અને ધૂળની ડમરીઓ પડી શકે છે. દિલ્હીમાં આજનો દિવસ ભેજવાળો રહેશે. જોકે પવન ફૂંકાશે. પરંતુ આ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
