Weather: દિલ્લી-NCRમાં હવામાન સાફ પરંતુ આ રાજ્યોમાં વરસાદની સંભાવના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના હવામાનમાં સતત ઉતાર-ચડાવ થઈ રહ્યા છે. જાણો હવામાન અપડેટ.
નવી દિલ્લીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના હવામાનમાં સતત ઉતાર-ચડાવ થઈ રહ્યા છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદના કારણે લોકો શરદી-ગરમીના શિકાર થઈ રહ્યા છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, કેરળ અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં અમુક સ્થળો પર આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. વળી, બીજી તરફ દિલ્લીમાં હવામાન સાફ રહેવાની આશા છે. જો કે પવનથી લોકોને રાહત મળશે.

દિલ્લીમાં નહિ પડે વરસાદ
આઈએમડીએ એક દિવસ પહેલા કહ્યુ હતુ કે હોળી પહેલા હવે દિલ્લીમાં વરસાદના અણસાર નથી અને હવામાન સાફ રહેશે તેમજ તાપમાનમાં વધારો થશે. આ જ સ્થિતિ દિલ્લી અને આસપાસના રાજ્યોની પણ રહેવાની છે. હોળી પર દિલ્લીનુ તાપમાન 35-36 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. યુપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, એમપી, છત્તીસગઢ અને ચંદીગઢમાં હવામાન સૂકુ રહેશે. વળી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શુક્રવાર અને રવિવાર વચ્ચે વરસાદ અને હિમવર્ષાના અણસાર છે.

ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના
જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે હોળી એટલે કે 28-29 સુધી હિમાચલમાં વરસાદ થંભી શકે છે અને હવામાન આહલાદક થઈ શકે છે. વળી, ઘાટીમાં શનિવાર-રવિવારે હવામાન બગડી શકે છે જ્યારે ઉત્તરાખંડમાં પણ રવિવાર સુધી વરસાદના અણસાર છે અને વાદળો વરસવાથી અહીં હોળી ભીંજાવવાની છે. આની પાસેના રાજ્યોમાં પણ હોળીના દિવસે હળવો વરસાદ થઈ શકે છે.

પારો 35ના આંકડાને સ્પર્થી શકે છે
સ્કાઈમેટના જણાવ્યા મુજબ હાલમાં દેશમાં એક ચક્રવાતી સંચલન પ્રક્રિયા છે જેની અસર કાશ્મીર અને તેની પાસેના રાજ્યો પર થઈ રહી છે અને આના કારણે ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યુ છે કે દિલ્લી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ હળવો વરસાદ થવાના અણસાર છે. હવામાનમાં આ ફેરફાર હોળી સુધી ચાલુ રહેવાનો છે. જો કે, ત્યારબાદ એકદમથી તાપમાનમાં વધારો થશે અને પારો 35ના આંકડાને સ્પર્શી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
