Weather News: ભારે વરસાદથી મુંબઈના હાલ બેહાલ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, શાળા-કોલેજો બંધ
Weather News: મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં 18-19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નાંદેડ જિલ્લામાં 200થી વધુ લોકો ફસાયા હતા, જેમને બહાર કાઢવા માટે સેના બોલાવવી પડી હતી. CM દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટી કરી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.

મુંબઈના રસ્તાઓ પાણીમાં ગરકાવ
Mumbai Rain: ક્યારેય ન અટકતા શહેરની ગતિ પાણીથી ઠપ્પ થઈ ગઈ છે, પરિસ્થિતિ એવી છે કે મુંબઈના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે, એટલું બધું પાણી છે કે વાહનો અહીં-ત્યાં અટવાઈ ગયા છે, જે શહેર પોતાની તેજસ્વીતા પર ગર્વ કરતું હતું તે પાણીના આક્રમણને કારણે રડી રહ્યું છે અને આ પહેલી વાર નથી, મુંબઈમાં દર વર્ષે વરસાદ પડે છે અને દર વર્ષે મુંબઈ આ સમસ્યાનો સામનો કરે છે.
મુંબઈના અંધેરી અને બોરીવલીમાં માત્ર ત્રણ કલાકમાં ભારે વરસાદને કારણે 50 મીમીથી વધુ પાણી ભરાઈ ગયું છે. બોરીવલીથી ચર્ચગેટ સુધીના વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નેતિવલી ટેકરી પર ભૂસ્ખલન થયું હતું, જેના પછી સ્થાનિક રહેવાસીઓને નજીકની મ્યુનિસિપલ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માટે ખોરાક અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે.
#WATCH | Mumbai, Maharashtra: Waterlogging seen as heavy rain lashes Mumbai.
— ANI (@ANI) August 19, 2025
Visuals from the Eastern Express Highway Area pic.twitter.com/VYMsT0BUgR
અનેક ફ્લાઇટ પ્રભાવિત
મુંબઈમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ સુધી જતા અનેક રસ્તા પર હજું પણ પાણી ભરાયેલા છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે અરાઇવલ અને ડિપાર્ચર બંનેમાં મોડું થઈ રહ્યું છે. ઈન્ડિગોએ યાત્રા કરનારા લોકોને વેબસાઇટના માધ્યમથી પોતાની ફ્લાઇટ પર નજર રાખવાની સલાહ આપી છે.
શાળા-કોલેજો બંધ
BMCએ શહેરમાં બીજી શિફ્ટ (બપોર 12 વાગ્યા પછી) માં કાર્યરત તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. બાદમાં, મહાનગરપાલિકાએ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે, મંગળવારે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
