અમે ધર્માંતરણ રોકવા માટે ધર્મ પરિવર્તન વિરોધી કાયદો લાવીશું - કર્ણાટક CM
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ધર્માંતરણ અટકાવવા માટે વિધાનસભામાં કાયદો લાવવા પર વિચાર કરી રહી છે.
બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ધર્માંતરણ અટકાવવા માટે વિધાનસભામાં કાયદો લાવવા પર વિચાર કરી રહી છે. બોમ્માઇએ જણાવ્યું હતું કે, અમે ધર્માંતરણ વિરોધી કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ.

રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણની ફરિયાદો ઉઠી રહી છે
પ્રદેશમાંથી બળજબરીથી ધર્માંતરણ થયાના અહેવાલો બાદ કર્ણાટકના મુખ્યમંત્રી યાદગીરમાં ધર્મ પરિવર્તનના આરોપનો જવાબ આપી રહ્યા હતા. રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણની ફરિયાદો ઉઠી રહી છે. તેને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવા માટે કાયદો ઘડવા પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.
કેટલાક રાજ્યો પહેલેથી જ ધર્માતરણ વિરોધી બીલ લાવ્યા છે
21 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ગૃહમંત્રી આરાગા જ્ઞાનેન્દ્રએ પણ કહ્યું હતું કે, સરકાર રાજ્યમાં ટોક વિરોધી કાયદો લાવવાનું વિચારી રહી છે અને આ માટે તેઓ અન્ય રાજ્યોના કાયદા વાંચી રહ્યા છે. અમે એક બિલ (ધર્માતરણ વિરોધી બીલ) લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. કેટલાક રાજ્યો પહેલેથી જ ધર્માતરણ વિરોધી બીલ લાવ્યા છે. અમે તેમનો અભ્યાસ કરીશું અને તે બીલ લાવીશું.
ધર્મપરિવર્તન સામે કાયદો ઘડનારુ ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું હતું
આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં ગુજરાત વિધાનસભાએ લગ્ન દ્વારા બળજબરીથી ધર્મપરિવર્તન સામે વધુ કડક સજા લાવવા માટે 'ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, 2021' બહુમતીથી પસાર કર્યો હતો. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ બળજબરીથી ધર્મપરિવર્તન સામે કાયદો ઘડનારુ ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
