મોદીએ તોડ્યું મૌન, કહ્યું- 'પાક.ને ટ્રીગરથી મળી રહ્યો છે જવાબ'
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા સતત સીઝફાયર ઉલ્લંઘનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચોતરફથી થઇ રહેલી ટિકાઓ બાદ વડાપ્રધાને આજે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતનું વલણ સમજાઇ ગયું હશે. પાકિસ્તાની સેનાને ભારતીય સેનાના જવાનોએ જવાબ આપ્યો છે. તેમણે બોર્ડર પર ગોળીબારીને લઇને રાજનીતિ નહીં કરવાની અપીલ કરી છે.
પાકિસ્તાન તરફથી સંઘર્ષવિરામના ઉલ્લંઘનના મુદ્દા પર ટીકાકારોનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના બારામતીમાં જણાવ્યું કે ભારતે આક્રમકતાનો સાહસિકતાથી જવાબ આપ્યો છે અને આ મુદ્દા પર રાજનૈતિક ફાયદો ઉઠાવવા માટે સાર્વજનિક ચર્ચા કરવાની પ્રવૃત્તિની નિંદા કરી છે.
એનસીપી પ્રમુખ અને પૂર્વ રક્ષામંત્રી શરદ પવારના ગઢ બારામતીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું કે 'આજે જ્યારે સરહદ પર ગોળીબાર ચાલી રહ્યો છે ત્યારે દુશ્મનને આક્રમક જવાબ મળી ગયો છે. આપણા જવાનોએ તેમને આક્રમતાથી જવાબ આપ્યો છે.'
પાકિસ્તાન મુદ્દે મોદીના આકરા પ્રહારો વાંચો સ્લાઇડરમાં...

છત્રપતિ શિવાજીની ભૂમિ
મોદીએ જણાવ્યું કે 'સરહદ પર તણાવ છે પરંતુ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં છે. આવું કહેનારાઓને કોણ સમજાવે કે છત્રપતિ શિવાજીની ભૂમિથી વધારે પ્રેરણા કોણ આપી શકે.'

શરદ પવારને સવાલ
હું શરદ પવારને પૂછવા માંગુ છું કે જ્યારે તેઓ રક્ષા મંત્રી હતા, ત્યારે પાકિસ્તાન અને ચીન સાથેની સીમા પર સમસ્યાઓ હતી, ત્યારે શું તમે સીમા પર જવાની જહેમત ઉઠાવી હતી.'

જવાનોની આંગળી ચાલે છે ટ્રીગર પર
મોદીએ જણાવ્યું કે 'જ્યારે સીમા લલકારે છે ત્યારે નેતાઓની નિવેદનબાજી કામ નથી આવતી, જવાનોની આંગળી ચાલે છે ટ્રીગર પર. જ્યારે સરહદ પર તણાવ હોય છે ત્યારે હિંદુસ્તાન નથી રોતું, રોવું દુશ્મનોએ પડે છે, સરહદ પારથી બૂમો સંભળાઇ રહી છે. હું દેશના જવાનોને શુભેચ્છા આપવા માંગુ છું કે કારણ કે તેમણે હિમ્મત અને વિશ્વાસની સાથે પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે. '

દુશ્મન સમજી ગયો છે કે હવે સમય બદલાઇ ગયો છે
મોદીએ જણાવ્યું કે 'દુશ્મન સમજી ગયો છે કે હવે સમય બદલાઇ ગયો છે, અને જૂની આદતો હવે સાખી લેવામાં આવશે નહીં.' આ મુદ્દા પર સાર્વજનિક ચર્ચા દ્વારા સરકાર પર નિશાન સાધવાની નિંદા કરતા વડાપ્રધઆને જણાવ્યું કે આનાથી સીમા પર લડનારા જવાનો હતોત્સાહિત થાય છે.

પવાર પર પ્રહાર
પવાર પર પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું કે 'તમારા કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થયો હતો, મુંબઇ, માલેગાવ, પુણેમાં. આપ આતંકવાદીઓ સુધી પહોંચી પણ ન્હોતા શક્યા, તેમને પકડવાની તો દૂરની વાત છે. દેશભક્તિની ભાવના પગલે અમે આ મુદ્દા પર રાજનીતિ નથી કરી.'

આ મુદ્દાને રાજનૈતિક ચર્ચાનો વિષય ના બનાવો
મોદીએ જણાવ્યું કે 'આવા મુદ્દા પર રાજનૈતિક ચર્ચાનો ભાગ ના બનવો જોઇએ. ચૂંટણીઓ તો આવશે અને જશે, સરકારો બદલાતી રહેશે, મહેરબાની કરીને રાજનૈતિક લાભ માટે સરહદ પર લડી રહેલા જવાનોનું મનોબળ તોડવાની કોશીશ ના કરો.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
