Wayanad landslides : વાયનાડ ભુસ્ખલનના કલાકો બાદ એલર્ટ મળ્યુ-CM પીનરાઈ વિજયન
એક તરફ કેરળના વાયનાડમાં ભુસ્ખલનને કારણે 200 થી વધુ લોકોના જીવ ગયા છે. બીજી તરફ આવા સંવેદનશીલ મુદ્દે પણ અમિત શાહે રાજનીતિ શરૂ કરી છે.
અમિત શાહે દાવો કર્યો હતો કે ભુસ્ખલન પહેલા વારંવાર કેરળ સરકારને એલર્ટ અપાયુ હતુ. જો કે આ દાવાને ખોટો ગણાવીને કેરળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે ઘટનાના કલાકો બાદ એલર્ટ મળ્યુ.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગૃહમંત્રી અમિત શાહના દાવાને ખોટો ગણાવ્યો છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે વાયનાડ ભૂસ્ખલનની ઘટના પહેલા કોઈ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું નહોતું. આ સમય આરોપ-પ્રત્યારોપનો નથી.
મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, આ વિસ્તાર માટે કોઈ રેડ એલર્ટ નહોતું. જો કે, ઘટનાના થોડા કલાકો બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિત શાહે લોકોના મોત પર રાજનીતિ શરૂ કરતા લોકસભામાં કહ્યું હતું કે આપત્તિની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેરળ સરકારને પહેલેથી જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
અમિત શાહે કહ્યું કે મોટાભાગના રાજ્યો આપત્તિ પહેલા જારી કરવામાં આવેલી ચેતવણીઓ પર ધ્યાન આપે છે, પરંતુ કેરળ સરકારે આપત્તિને લઈને જારી કરવામાં આવેલી ચેતવણીની અવગણના કરી.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, વાયનાડમાં બચાવ કામગીરી ચાલુ છે. આ એક પીડાદાયક આપત્તિ છે. અત્યાર સુધીમાં 144 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 79 પુરૂષો અને 64 મહિલાઓ છે. 191 લોકો હજુ પણ ગુમ છે.
દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી શક્ય તેટલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બચાવાયેલા લોકોને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલની સ્થિતીએ આંકડો 200 પાર કરી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
