મિસાઈલે કેવી રીતે તોડી પાડ્યો સેટેલાઈટ, જુઓ 'મિશન શક્તિ'નો વીડિયો
મિસાઈલે કેવી રીતે તોડી પાડ્યો સેટેલાઈટ, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે દેશને નામ એક સંદેશો આપ્યો છે. જેમાં તેમણે દેશવાસીઓને જણાવ્યું કે ભારત હવે અંતરિક્ષમાં એક મહાશક્તિ બની ગયો છે. ભારતે અંતરિક્ષમાં એક લો અર્થ આર્બિટ પર ઉડી રહેલ એક સેટેલાઈટને એન્ટી સેટેલાઈટ વેપન એ-સેટ મિસાઈલથી તોડી પાડ્યો છે. હવે આ ઉપલબ્ધીનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો રક્ષા સૂત્રોના સૌજન્યથી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે ભારતની એ-સેટ બીએમડી ઈન્ટરસેપ્ટર મિસાઈલે લો અર્થ ઓર્બિટ સેટેલાઈટને તોડી પાડ્યો. ડીઆરડીઓની આ સફળતાને પગલે ભારત, અમેરિકા, રશિયા અને ચીન બાદ દુનિયાનો એવો ચોથો દેશ બી ગયો છે જેની પાસે આવી ટેક્નિક છે.

ત્રણ તબક્કામાં કામ કરે છે બીએમડી મિસાઈલ
ભારતે જેવી ટેક્નિકથી પોતાના જૂના સેટેલાઈટ તોડી પાડ્યા છે. તે સ્પેસ ડિફેન્સની એક મહત્વની અને એડવાન્સ ટેક્નિક છે. ભારતે પોતાના દમ પર એન્ટી સેટેલાઈટ મિસાઈલ તૈયાર કરી છે. જેની મદદથી તે અંતરિક્ષમાં ઉડી રહેલ દુશ્મન સેટેલાઈટને નષ્ટ કરી શકે છે. બીએમડી ઈન્ટરસેપ્ટર મિસાઈલ ત્રણ તબક્કામાં કામ કરે છે. રડારની મદદથી પહેલા દુશ્મન સેટેલાઈટનો ટ્રેક કરવામાં આવે છે.

આવી રીતે ટાર્ગેટને બનાવે છે નિશાન
જે બાદ સેટેલાઈટની મૂવમેન્ટને ટ્રેક કરવામાં આવે છે. જે બાદ કન્ટ્રોલ રૂમથી ટ્રેક કરવામાં આવેલ ટાર્ગેટને નષ્ટ કરવાનો કમાન્ડ જાહેર કરવામાં આવે છે. કન્ટ્રોલ રૂમથી કમાન્ડ મળતા જ બીએમડી ઈન્ટરસેપ્ટ મિસાઈલ પોતાના ટાર્ગેટને ભેદવા માટે લૉન્ચ થઈ જાય છે. અંતરિક્ષમાં પહોંચતા જ આની મિસાઈલનું એન્જિન તેનાથી અલગ થઈ જાય છે. જે બાદ રડારની મદદથી તેને ગાઈડ કરવામાં આવે છે. બીજા તબક્કામાં મિસાઈલ પર લાગેલ હીટ શીલ્ડ મિસાઈલથી અલગ થઈ જાય છે. જે બાદ મિસાઈલ ટાર્ગેટને નિશાન બનાવે છે અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે.
|
શું છે લો અર્થ ઑર્બિટ
ધરતીથી 2000 કિમીની ઉંચાઈ પર લો અર્થ ઑર્બિટ આવેલ છે. આટલી ઉંચાઈ પર કોઈપણ સેટેલાઈટ ધરતીની કક્ષામાં 84થી 127 મિનિટની અંદર પહોંચી શકે છે. લિયો એક સેટેલાઈટ સિસ્ટમ છે જેને ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સેટેલાઈટને ડેટા કોમ્યુનિકેશન જેવા ઈમેલ, વીડિયો કોન્ફ્રેન્સિંગ અને આ પ્રકારના કામો માટે ઉપયોગમાં લેવાય છે. લિયો, બહુ વધુ ગતિથી ફરે છે અને અંતરિક્ષમાં સ્થાપિત નથી થઈ શકતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
