Video: 'મને વોટ આપો, નહિ તો હું તમારુ કામ નહિ કરુ...', ભાજપ ધારાસભ્યએ મુસ્લિમ મતદારોને કહ્યુ

કર્ણાટકના ધારાસભ્ય પ્રીતમ ગૌડાએ મુસ્લિમ મતદારોને કહ્યુ કે જ્યાં સુધી એમને વોટ નહિ આપો ત્યાં સુધી એ તેમના અંગત કામો નહિ કરે.

સોશિયલ મીડિયા પર હાલમાં કર્ણાટકના ધારાસભ્ય પ્રીતમ ગૌડા મુસ્લિમ મતદારોને એમ કહી રહ્યા છે કે જ્યાં સુધી તે એમને વોટ નહિ આપી ત્યાં સુધી એ તેમના અંગત કામ નહિ કરે. કથિત રીતે વીડિયોમાં ભાજપ નેતા પ્રીતમ ગૌડા કહી રહ્યા છે કે, 'જો મે કામ કર્યુ હોય અને તમને ના કરો તો, મને લાગે છે કે મદદ કરવાનો કોઈ ફાયદો નથી. મને વોટ આપો, નહિ તો હું તમારુ કામ નહિ કરુ. '

bjp

'મે મુસ્લિમ ભાઈઓને પોતાના ભાઈ માન્યા છે...'

ધારાસભ્ય પ્રીતમ ગૌડાએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'મે મુસ્લિમ ભાઈઓને અત્યાર સુધી મારા ભાઈ તરીકે માન્યા છે અને ભવિષ્યમાં પણ એમ જ કરીશ. જો મે કામ કર્યુ હોય અને તમે મદદ ન કરો તો મને લાગે છે કે તમને લોકોને મદદ કરવાનો કોઈ ફાયદો નથી. હું આવો નિર્ણય ન લઉ તેની ખાતરી કરવાની તમારી જવાબદારી છે.'

ધારાસભ્ય પ્રીતમ ગૌડા કહે છે કે, 'તમે ત્રણ ચૂંટણીમાં મત ન આપીને મારી સાથે છેતરપિંડી કરી છે. છ મહિનામાં ફરીથી ચૂંટણી થશે. જો તમે મને ફરીથી છેતરશો તો હું એવો જ રહીશ અને હું તમારુ કામ નહિ કરુ. જો તમે મારા ઘરે આવશો તો હું તમને કોફી આપીશ અને તમને પાછા મોકલી દઈશ. હું કોઈ કામ નહિ કરુ. પાણી, રસ્તા અને ડ્રેનેજનુ કામ કરવામાં આવશે કારણે એ મારી ફરજ છે પરંતુ હું કોઈ અંગત કામ નહિ કરુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X