Coronavirusને પગલે ચીન, ઈટલી, જાપાન, સાઉથ કોરિયા અને ઈરાનના યાત્રીઓના વીજા કેન્સલ

Coronavirusને પગલે ચીન, ઈટલી, જાપાન, સાઉથ કોરિયા અને ઈરાનના યાત્રીઓના વીજા કેન્સલ

કોલકાતાઃ ભારતમાં પણ કોરોના વાયરસનું સંકટ વધી ગયું છે. દેશમાં કોરોના વાયરસના કેટલાક સંદિગ્ધ મામલા સામે આવ્યા બાદ હવે ઑથોરિટીઝે અલર્ટ લેવલ વધારી દીધું છે. મંગળવારે ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન તરફથી દેશના દરેક એરપોર્ટ પર અલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. સોમવારે કોલકાતા એરપોર્ટ પર ઈટલી, સાઉથ કોરિયા, ચીન અને ઈરાનથી આવતા યાત્રીઓને અલગ ક્વારટાઈન કરી રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી એક ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે દક્ષિણ કોરિયા, જાપાન, ચીન, ઈટલી અે ઈરાનથી આવતા યાત્રીઓના વીજા તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે.

Coronavirus

વીજાને મંજૂરી ના આપો

એરલાયન્સને પણ કહી દેવામાં આવ્યું છે કે આ પાંચ દેશથી આવતા યાત્રીઓ વિશે હેલ્થ ઑફિસને જાણકારી આપે. આ ઉપરાંત ઈમીગ્રેશન બ્યૂરીને સલાહ આપી દેવામાં આવી છે કે તેઓ જાપાન અને સાઉથ કોરિયાથી આવતા એવા યાત્રીઓને મંજૂરી ના દે જેમને વીજા ઑન અરાઈવલ અંતર્ગત ભારત આવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કોલકાતા એરપોર્ટના અધિકારીઓ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે જે દેશોને યાત્રીઓને ક્વારટાઈન કરીને રાખવામાં આવ્યા છે ત્યાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ ફેસલો લેવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય વાયરસ ફેલવાથી રોકવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફતી એક આદેશ આપવામાં આવ્યો હતો અને તે બાદ જ આ ફેસલો લેવામાં આવ્યો છે.

28 દિવસનું હોમ સર્વેલાન્સ

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું, 'એરપોર્ટ પર હેલ્થ ઑફિશિયલ્સે અમને જણાવ્યું કે તેમને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગથી આદેશ મળ્યા છે કે ઈટલી, સાઉથ કોરિયા, ચીન અને ઈરાનથી આવતા યાત્રિઓને ક્વારટાઈન કરીને રાખવામાં આવે.' રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ તરફથી જે શબ્દ પ્રયુક્ત કરવામાં આવ્યો છે તે હોમ સર્વેલન્સ છે. કોઈપણ આ ચારેય દેશથી શહેરમાં આવશે તો તેને 28 દિવસ સુધી ઘરે સર્વેલન્સ અંતર્ગત રાખવામાં આવશે. આ અવધિ દરમિયાન સંદિગ્ધને એક રૂમમાં રાખવામાં આવશે અને ડૉક્ટર સમયે સમયે તેમનું સ્વાસ્થ્ય ચકાશતા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે હોમ સર્વેલાન્સની અવધિને 14 દિવસની કરવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X