મણિપુરમાં ફરીથી ભડકી હિંસા, ઉખરુલમાં ગોળીબારમાં 3 ગ્રામજનોના મોત

Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર હિંસક ઘટનાઓ સામે આવી છે. લેટેસ્ટ અહેવાલો અનુસાર, મણિપુરના ઉખરુલ જિલ્લામાં આજે સવારે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, હથિયારધારી બદમાશોએ ગોળીબારમાં ત્રણ લોકોની હત્યા કરી હતી.

અહેવાલો અનુસાર, ઉખરુલ જિલ્લાના થોવાઈ કુકી ગામમાં આજે સવારે હિંસા ફાટી નીકળી હતી. વહેલી સવારે ભારે ગોળીબાર થયો હતો. આ ફાયરિંગમાં ત્રણ ગ્રામજનોના મોત થયા છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હિંસા ભડકવાનુ કારણ શું હતું.

manipur

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારે ગોળીબાર વચ્ચે સવારે ત્રણ લોકો તોવાઈ કુકી ગામમાંથી ગુમ થઈ ગયા હતા. જે બાદ આ લોકોને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. થોડા સમય બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

હિંસામાં માર્યા ગયેલા લોકોના નામ જામખોગીન હાઓકીપ, થંગખોકાઈ હાઓકીપ, હોલેન્સન બૈતે છે. નોંધનીય છે કે મે મહિનામાં મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં લગભગ 170 લોકોના મોત થયા છે. જ્યારે 3000થી વધુ લોકો ઘાયલ થયા છે.

મણિપુરની સ્થિતિને જોતા અહીં 40000 કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય.

ઉખરુલના પોલીસ અધિક્ષક એન વાશુમે જણાવ્યું કે કેટલાક સશસ્ત્ર બદમાશોએ ગામમાં ગોળીબાર શરૂ કર્યો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કોઈ ઈજાના અહેવાલ નથી. ઘટના બાદ ગામની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમે હુમલાખોરોને પકડવા માટે અભિયાન ચલાવી રહ્યા છીએ. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસા ખતમ થવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં 53 ટકા વસ્તી મેઇતેઈ છે, જ્યારે 16 ટકા કુકી સમુદાયના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X