પ્રેમ કરવા માટે તાલિબાની સજા મળી, થાંભલા સાથે બાંધીને યુવકની પીટાઈ
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક યુવકને પ્રેમ કરવા માટે તાલિબાની સજા મળી છે. અહીં ગામ લોકોએ પ્રેમી યુવકની ડંડાથી પીટાઈ કરી.
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક યુવકને પ્રેમ કરવા માટે તાલિબાની સજા મળી છે. અહીં ગામ લોકોએ પ્રેમી યુવકની ડંડાથી પીટાઈ કરી. યુવકને ગંભીર હાલતમાં ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એસસી/એસટી યુવકની પીટાઈ નો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ગામના લોકો એક યુવકને થાંભલા સાથે બાંધીને તેની પીટાઈ કરી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર આખી ઘટના બરેલીની મીરગંજ ચોકી વિસ્તારની છે. વાયરલ વીડિયોમાં ગામના લોકો પ્રેમીને એક થાંભલા સાથે બાંધીને તેની પીટાઈ કરી રહ્યા છે. યુવક ગ્રામીણો પાસે દયાની ભીખ માંગે છે પરંતુ ગામના લોકો તેના પર દયા દાખવતા નથી. આ દરમિયાન કોઈએ 100 નંબર ડાયલ કરીને પોલીસને સૂચના આપી દીધી. ત્યારપછી સમયસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવકનો જીવ બચી ગયો. પોલીસે યુવકને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે ત્યાં તેની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ કુહાડીથી હત્યા કરી
અમે બંને એકબીજાને પ્રેમ કરીયે છે: પ્રેમિકા
યુવકની પ્રેમિકા પણ હોસ્પિટલમાં તેની સાથે હાજર છે. પ્રેમિકાએ જણાવ્યું કે તેઓ બંને એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. ગઈ રાત્રે બંને ભાગીને લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેના પહેલા જ ગ્રામીણો ઘ્વારા તેમને સાથે જોઈ લેવામાં આવ્યા ત્યારપછી બંનેની પહેલા પીટાઈ કરવામાં આવી. ત્યારપછી યુવકને થાંભલા સાથે બાંધીને તેની પીટાઈ કરવામાં આવી.
આ પણ વાંચો: ધર્મ આડે આવ્યો તો પ્રેમી કપલે ઝેર પીધું, યુવતીની મૌત
યુવકની માતાએ જણાવ્યું કે તેઓ આ લગ્ન માટે તૈયાર છે પરંતુ છોકરીના ઘરવાળા આ લગ્નની વિરુદ્ધ છે. તેમને આગળ જણાવ્યું કે તેઓ જાટવ છે જયારે યુવતી મોર્ય સમાજની છે જેને કારણે છોકરી પક્ષ લગ્નનો વિરોધ કરી રહ્યા છે. તેમને જણાવ્યું કે ગામના લોકોએ તેમના દીકરાની ખુબ જ ખરાબ રીતે ડંડાથી પીટાઈ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
