Video : પરમવીર ચક્ર વિજેતાનું ફ્લાઈટમાં સ્વાગત, વીડિયો જોઈને તમારૂ મન પણ ગર્વથી પ્રફુલ્લિત થઈ જશે
ભારત માટે બહાદુરીની શું કિંમત હોય તેનો અંદાજ સામાન્ય લોકોને નથી હોતો. સેનામાં રહીને દેશ સેવા કરનારા બહાદુર જવાનોની બહાદુરીને બિરદાવવી એ સૌની ફરજ છે ત્યારે ઈન્ડિગોની એક ફ્લાઈટના સ્ટાફે તેમનું એવુ સ્વાગત કર્યુ કે તેને વીડિયો જોઈને તમને પણ ગર્વ થઈ જશે.
એરલાઇન્સ ઇન્ડિગોને તેની ફ્લાઇટમાં એક વોરના હિરો ટ્રાવેલિંગ કરી રહ્યા હોવાની જાણ થતા તેમને જે કર્યુ તે હવે લોકોના દિલ જીતી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફ્લાઈટ સ્ટાફને આ વાતની જાણ થતા જ સૌથી પહેલા તો ફ્લાઇટના પાઇલટે પરમવીર ચક્ર વિજેતાનો બાકીના મુસાફરો સાથે પરિચય કરાવ્યો અને ત્યારબાદ અનોખા અંદાજમાં સન્માન કર્યુ. આ ફ્લાઈટમાં પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા સુબેદાર મેજર સંજય કુમાર મુસાફરી કરી રહ્યા હતા.
કારગીલ વોરના હિરો સંજય કુમાર આ ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ફ્લાઈટના ક્રુને તેની જાણ થતા તમામ ક્રુએ એકઠા થઈને લોકોને તેમનો જે રીતે પરિચય કરાવ્યો અને સ્વાગત કર્યુ તે જોઈને તમારૂ દિવ ખુશ થઈ જશે. આ વીડિયો ખુદ એરલાઈને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
આઓ વાયરલ વીડિયોમાં ફ્લાઈટના કેપ્ટન ફ્લાઈટની વિગતો આપતા જોઈ શકાય છે અને ત્યારબાદ તે ફ્લાઈટમાં પરમવીર ચક્ર વિજેતાનું સ્વાગત કરી રહ્યા છે. કેપ્ટને જણાવ્યુ કે, તેમણે દુશ્મનોને કેવી રીતે હરાવ્યા. આ સાથે એરલાઇનના ક્રૂએ તેમને એક સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું.
કૅપ્ટને પોતાની જાહેરાતમાં કહ્યું કે, આજે અમારી સાથે એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે. પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર સંજય કુમારજી. જે લોકો આ નથી જાણતા તેમની માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે, આ પુરસ્કાર શું છે. ભારતીય ઈતિહાસમાં અત્યાર સુધી આ સન્માન માત્ર 21 લોકોને આપવામાં આવ્યું છે. યુદ્ધ દરમિયાન આપવામાં આવેલો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે.
Flying with a hero: Subedar Major Sanjay Kumar ji, a Living Param Veer Chakra awardee! #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/CZsqlHxRj6
— IndiGo (@IndiGo6E) July 23, 2023
ઈન્ડિગો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ વીડિયોને ટ્વિટર પર 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં યુઝર્સે ઈન્ડિગોના યુદ્ધ વીરોની સન્માનની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે, આ ભાવનું સન્માન કરીએ છીએ. આભાર. સર, તમારો અને તમારા જેવા લોકોનો આભાર છે કે અમે તે જીવન જીવી રહ્યા છીએ. ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
