Video : દિલ્હી મેટ્રોમાં કપલનો રોમાન્સ જોઈને આંટી ભડક્યા, વીડિયો વાયરલ
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મેટ્રોના વીડિયો એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દિલ્હી મેટ્રોમાં કપલના ખુલ્લેઆમ રોમાન્સના વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે એક આંટી કપલનો રોમાન્સ જોઈને ભડક્યા. હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા યુવક-યુવતીને રોમાન્સ કરતા જોઈને ભડકતી જોવા મળી રહી છે. આ મહિલા કહી રહી છે કે પ્રેમ બતાવવાની આ રીત મેટ્રોની અંદર ખુલ્લેઆમ ન કરો, બીજે ક્યાંક જઈને કરો.

આ વીડિયો સામે આવ્યા બાદ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે, કપલે જાહેરમાં આવુ ન કરવુ જોઈએ. જો કે ઘણા લોકો કપલને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.
એક યુઝર્સે લખ્યુ કે, મહિલા વસ્તુઓ પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. સાથે મુસાફરી કરી રહેલા મુસાફરો મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા. આ બાબતે લોકોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
એક યુઝરે લખ્યુ કે, દિલ્હી મેટ્રો અને મુંબઈ મેટ્રો બબાલનું ઘર બની ગયુ છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, દિલ્હી મેટ્રો પબ્લિક પાર્ક કરતાં પણ વધુ હાસ્યાસ્પદ બની રહી છે.
જણાવી દઈએ કે, આ પહેલા પણ કપલના રોમાંસનો એક વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયોમાં એક છોકરો અને છોકરી મેટ્રોમાં જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. તો કેટલાક લોકોએ આ અંગે મેટ્રો પ્રશાસનને ફરિયાદ પણ કરી હતી. લોકોએ કહ્યું કે મેટ્રોમાં આવી પ્રવૃત્તિઓ બિલકુલ યોગ્ય નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
