Video : ધોનીની ટેસ્ટ નિવૃતિને લઈને સાક્ષી ધોનીએ રાઝ ખોલ્યા, જુઓ વીડિયો
મહેન્દ્ર સિંહ ધોનીએ કોઈપણને જણાવ્યા વગર અચાનક ટેસ્ટમાંથી નિવૃતિ લઈને તમામ લોકોને ચૌકાવી દીધા હતા. હવે આ બાબતે ધોનીની પત્નિ સાક્ષીએ ઘણા ખુલાસા કર્યા છે.
સોશિયલ મીડિયા પર સાક્ષી ધોની સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એમએસ ધોનીની નિવૃત્તિનું રહસ્ય જાહેર કરતી જોવા મળી રહી છે.

સાક્ષી વીડિયોમાં કહે છે, જ્યારે અમે જીવા વિશે વિચાર્યું ત્યારે મેં ધોનીને કહ્યું કે જો તમારે બાળક જોઈતું હોય તો તમારે ઓછામાં ઓછા એક ફોર્મેટથી દૂર જવું જોઈએ. કારણ કે તમારી પાસે તમારા બાળક સાથે આનંદ કરવાનો સમય નહીં.
વીડિયોમાં સાક્ષી એમ પણ કહેતી જોવા મળી રહી છે કે, જ્યારે જીવાનો જન્મ થયો ત્યારે હોસ્પિટલમાં બધા કહેતા હતા કે તારો પતિ નથી આવ્યો. તો મેં તેમને કહ્યું કે તેની પ્રાથમિકતા ક્રિકેટ છે અને મારી પ્રાથમિકતા તે છે. આ સ્થિતિમાં તેની પ્રાથમિકતા જ મારી પ્રાથમિકતા છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ધોનીએ વ્હાઇટ બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2017 માં મર્યાદિત ઓવરોની કેપ્ટનશીપનો અંત આવ્યો અને તેની ODI કારકિર્દીનો અંત ન્યૂઝીલેન્ડ સામે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં થયો. આખરે ધોનીએ ઓગસ્ટ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી.
Ms Dhoni is truly lucky to have a wife like Sakshi Singh ❤️ pic.twitter.com/3dY57FSClt
— 𝙼𝚛.𝚅𝚒𝚕𝚕𝚊 (@Shivayaaah) April 8, 2024
મહેન્દ્ર સિંહ ધોનીએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2007 ICC T20 વર્લ્ડ કપ અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત અપાવી. ત્રણ અલગ-અલગ મર્યાદિત ઓવરની ટૂર્નામેન્ટ જીતનાર ધોની એકમાત્ર કેપ્ટન છે. તેણે 2010, 2016માં એશિયા કપ વિજેતા ટીમોનું નેતૃત્વ કર્યું હતું અને 2018માં ટાઇટલ વિજેતા ટીમનો સભ્ય હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
