રાહુલ ગાંધીએ શેર કર્યો મજૂરો સાથેનો Video, મજૂરોએ કહ્યુ - કોરોના નહિ ભૂખ-તરસનો ડર છે
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 17.15 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રવાસી મજૂરો સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે.
કોરોના સંકટ અને દેશવ્યાપી લૉકડાઉનની માર ઝેલી રહેલ પ્રવાસી મજૂરો પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરવા માટે નવા રીત અપનાવી છે. શનિવારે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર 17.15 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રવાસી મજૂરો સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. વીડિયો સાથે રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યુ, આ લઘુ ફિલ્મને જુઓ જેમાં હું ભારતના વાસ્તવિક રાષ્ટ્ર નિર્માણકારો, આપણા પ્રવાસી ભાઈએ અને બહેનો સાથે વાત કરી રહ્યો છુ.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી દિલ્લામાં પગપાળા જઈ રહેલ અમુક પ્રવાસી મજૂરોની મુલાકાત લીધી હતા અને તેમની મુશ્કેલીઓ વિશે પૂછ્યુ હતુ. આ દરમિયાન તે રસ્તાની એક બાજુ ફૂટપાથ પર જ બેસીને મજૂરો સાથે વાત કરી રહ્યા હતા. રાહુલના આ વીડિયોમાં એ મુલાકાત દરમિયાન થયેલી વાતચીત બતાવવામાં આવી છે. રાહુલના અવાજમાં આ વીડિયોમાં મજૂરોની મુશ્કેલીઓ વર્ણવવામાં આવી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી મજૂરોને પૂછી રહ્યા છે કે તેમની પાસે પૈસા છે કે નહિ? તેમની દેશબંધી વિશે ક્યારે અને ક્યાંથી માહિતી મળી? રાહુલ ગાંધીએ દિલ્લીમાં જે મજૂરો સાથે વાત કરી હતી તે યુપી, ઝાંસીના નિવાસી છે. રાહુલ જે પરિવાર સાથે વાત કરી રહ્યા છે તે હરિયાણાથી યુપી પોતાના ઘરે જઈ રહ્યા છે. રાહુલ ગાંધી સાથે વાત કરતી વખતે મજૂરોએ જણાવ્યુ કે તેમને એક પૈસાની પણ મદદ મળી નથી.
Watch this short film in which I speak with India’s real nation builders, our migrant brothers & sisters. https://t.co/As99mjVvyt
— Rahul Gandhi (@RahulGandhi) May 23, 2020












Click it and Unblock the Notifications
